ટાટા ગ્રુપ (Tata Group) ભારતમાં એક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જોઇન્ટ વેન્ચર સ્થાપિત કરવા માટે એપલ ઇંકના તાઇવાની સપ્લાયર વિસ્ટ્રૉન કૉર્પ સાથે વાતચીત કરી રહ્યુ છે. આ જોઇન્ટ વેન્ચર ભારતમાં Iphone બનાવશે. ટાટા તેના દ્વારા ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગમાં એક તાકાત બનવા માંગે છે. જો આ ડીલ સફળ થાય છે તો આ ટાટાને Iphone બનાવનારી પ્રથમ ભારતીય કંપની બનાવી દેશે. અત્યારે ભારત અને ચીનમાં વિસ્ટ્રૉન અને ફૉક્સકૉન Iphone પુરા પાડે છે.
Advertisement
Advertisement
કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો ભારતીય કંપની Iphone બનાવવાનું શરૂ કરી દે છે તો તેનાથી ચીનને ટક્કર મળશે. ચીનના ઇલેક્ટ્રૉનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ડૉમિનેંસને કોવિડ લૉકડાઉન અને અમેરિકા સાથે રાજકીય ટકરાવે ખતરામાં મુકી દીધો છે. વધતા ભૂ-રાજકીય જોખમોના સમયે ચીન પર પોતાની નિર્ભરતા ઓછી કરવા માટે એપલ Iphone મેન્યુફેક્ચરિંગ માટે એકલા ચીન પર ડિપેન્ડ રહેવા માંગતુ નથી.
ડીલને અંતિમ રૂપ આપવાનો બાકી
ડીલનું સ્ટ્રક્ચર અને ડિટેલ્સ જેવા કે શેર હોલ્ડિંગને અંતિમ રૂપ આપવાનું બાકી છે. આ મામલે જોડાયેલા લોકોમાંથી એકે કહ્યુ કે Iphone મેન્યુફેક્ચરિંગ માટે વિસ્ટ્રૉન ઇન્ડિયા ઓપરેશનમાં ટાટા ઇક્વિટી ખરીદી શકે છે અથવા કંપની એક નવો એસેમ્બલી પ્લાન્ટ બનાવી શકે છે. આ બન્ને વસ્તુ પણ એક્ઝીક્યૂટ થઇ શકે છે. એપલના તે વિસ્તારમાં સ્થાનિક કંપનીઓ સાથે કામ કરવા માટે ઓળખવામાં આવે છે જ્યા તે મેન્યુફેક્ચરિંગ બેસ સ્થાપિત કરે છે.
Iphone મેન્યુફેક્ચરિંગને 5 ગણુ વધારવાનું લક્ષ્ય
લોગોમાંથી એકે કહ્યુ કે નવા વેન્ચરનું લક્ષ્ય ભારતમાં વિસ્ટ્રૉન નિર્મિત Iphoneની સંખ્યા પાંચ ગણી વધારવાનું છે. જો આ પાર્ટનરશિપ થાય છે તો માત્ર આઇફોન મેન્યુફેક્ચરિંગ સુધી સીમિત નહી રહે. સ્માર્ટફોનથી પણ આગળ આ મેન્યુફેક્ચરિંગ બિઝનેસને લઇ જવામાં આવશે. ટાટા ગ્રુપના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને કહ્યુ કે ઇલેક્ટ્રોનિક્સ અને હાઇટેક મેન્યુફેક્ચરિંગ કંપની માટે પ્રમુખ ફોકસ વિસ્તાર છે.
નુકસાન સામે ઝઝુમી રહેલા વિસ્ટ્રૉનને મળશે મજબૂત પાર્ટનર
સૉફ્ટવેર, સ્ટીલ અને કાર જેવા સેક્ટરમાં ટાટા ગ્રુપનો મોટાભાગનો બિઝનેસ છે પરંતુ તેને સાઉથ ઇન્ડિયામાં Iphoneના ચેચિસના કૉમ્પોનેંટનું નિર્માણ શરૂ કરી સ્માર્ટફોન સપ્લાય ચેનમાં શરૂઆતના પગલા ભર્યા છે. નુકસાન સામે ઝઝુમી રહેલા વિસ્ટ્રૉનના ભારતીય બિઝનેસને ટાટા સાથે એક મજબૂત લોકલ પાર્ટનર આપશે. વિસ્ટ્રૉને 2017માં ભારતમાં Iphone બનાવવાનું શરૂ કર્યુ હતુ. તાઇપે સ્થિત કંપની વર્તમાનમાં કર્ણાટકમાં પોતાના પ્લાન્ટમાં Iphoneને એસેમ્બલ કરે છે.
Iphoneનું સૌથી વધુ પ્રોડક્શન ચીનમાં
Iphoneનું સૌથી વધુ પ્રોડક્શન ચીનમાં થાય છે. એપલ ફૉક્સકૉન, વિસ્ટ્રૉન અને પેગાટ્ર઼ૉન જેવા પોતાના કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચર્સને પાર્ટ સપ્લાય કરે છે અને પછી તે મેન્યુફેક્ચરર તેને એસેમ્બલ કરી આઇફોન તૈયાર કરે છે. એપલે 2017માં IphoneSE સાથે ભારતમાં આઇફોન્સની મેન્યુફેક્ચરિંગ શરૂ કરી હતી.
Apple Iphone 14 અને Iphone 14 plus લૉન્ચ, ભારતમાં કેટલી છે કિંમત
Advertisement