મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)એ સીટ વહેંચણીની જાહેરાત કરી છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) 21 બેઠક, શરદ પવારની NCP 10 બેઠક અને કોંગ્રેસ 17 બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે. મુંબઇમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં MVA નેતાઓએ તેની જાહેરાત કરી હતી.
Advertisement
Advertisement
આ દરમિયાન કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું, ‘કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે. આપણે તાનાશાહી સામે લડવું પડશે. ગઠબંધન માટે સોનિયા ગાંધીને ED ઓફિસમાં બેસાડવામાં આવ્યા. અમે સીટ શેરિંગની સમસ્યા ખતમ કરી નાખી છે.
નાના પટોલેએ કહ્યું, ‘તે અમારા ગઠબંધનને મુસ્લિમ લીગ ગણાવી રહ્યાં છે, તે ડરેલા છે. વોટ ટ્રાન્સફર થશે. અમારી સાથે અસલી એનસીપી અને અસલી શિવસેના છે. લોકો અમારા માટે ચૂંટણી લડી રહ્યાં છે. તે મોદી માટે વોટ માંગી રહ્યાં છે, લોકો મોદીને મત કેમ આપશે?’
બીજી તરફ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘સીટો પર લડવાની ઇચ્છા તમામની છે, તેમાં કઇ પણ ખોટું નથી. જીતવાની ક્ષમતાને પ્રાથમિકતા આપવી જોઇએ.’
કોણ કઇ બેઠક પરથી લડશે લોકસભાની ચૂંટણી?
મીડિયા રિપોર્ટસ અનુસાર કોંગ્રેસ- નંદૂરબાર, ધુલે, અકોલા, અમરાવતી, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમૂર, ચંદ્રપુર, નાંદેડ, જાલના, પૂણે, મુંબઇ ઉત્તર મધ્ય, ઉત્તર મુંબઇ, સોલાપુર, કોલ્હાપુર, રામટેકમાં ચૂંટણી લડશે.
શરદ પવારની NCPના ખાતામાં- બારામતી, સતારા, શિરૂર, ભિવંડી, દિંડોરી, માઢા, રાવેર, વર્ધા, અહમદનગર દક્ષિણ અને બીડ આવી છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ખાતામાં- દક્ષિણ મુંબઇ, દક્ષિણ મધ્ય મુંબઇ, ઉત્તર પશ્ચિમ મુંબઇ, જલગાંવ, પરભણી, નાશિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ધારાશીવ, રત્નાગિરી, બુલઢાણઆ, હાતકણંગલે, સંભાજીનગર, શિરડી, સાંગલી, હિંગોલી, યવતમાલ અને વાશિમમાં ઉમેદવાર ઉતારવા જઇ રહી છે.
Advertisement