શાનદાર ઘર બનાવવાનું લોકોનું સ્વપ્ન હોય છે. જો કે, મોટા ભાગના લોકો પોતાની સેલરી અને બચત મુજબ ફ્લેટ ખરીદ લે છે.
Advertisement
Advertisement
હવે જો અમે આપને કહીએ કે કોઈ પહાડી વિસ્તારમાં ગામમાં વસવા પર સરકાર આપને એક આલિશાન ઘર આપશે, સાથે જ આપને 50 લાખ રૂપિયા પણ આપશે, તો કેવું લાગશે. જી હાં, સરકાર કંઈક આવી જ ઓફર આપી રહી છે. પણ તેના માટે આપને અમુક શરતો માનવી પડશે.
હવે આપ પુછશો કે આ ગામ ક્યાં છે. જેમાં વસવા માટે ખુદ સરકાર લોકોને 50 લાખ રૂપિયા અને એક ઘર આપી રહી છે. આપના મનમાં આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે સરકાર આવું કેમ કરી રહી છે. અમે આવા તમામ સવાલોના જવાબ આપીશું.
આ ગામ સમુદ્રતળથી લગભગ 4265 ફુટની ઊંચાઈ પર આવેલ છે. બરફથી ઢંકાયેલ પહાડોની વચ્ચે વસેલું આ ગામ આપનું મન મોહી લેશે. તેની આજૂબાજૂનું વાતાવરણ એકદમ સાફ છે. જો આપ શહેરની ભાગદોડ અને પ્રદૂષણથી પરેશાન થઈ ચુક્યા છો, તો નિશ્ચિત પણે તમારે અહીં વસવું જોઈએ.
અલ્બીનેન નામનું આ ગામ સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલ છે. મોટા ભાગે જ્યારે આપણે કોઈ પહાડી શહેર ફરવા જઈએ છીએ, તો ખુલી હવા અને શાનદાર વાતાવરણ કારણે પાછા આવવા માગતા નથી. તેનાથી ઉલ્ટુ શાનદાર પહાડીઓની વચ્ચે વસેલા અલ્બીનેન ગામમાં લોકો રોકાઈ શકતા નથી અને પલાયન કરી રહ્યા છે. ડેલી મેઈલના રિપોર્ટ અનુસાર, આ ગામની વસ્તી સતત ઘટી રહી છે.
વર્ષ 2020માં ખતમ થતાં આ ગામની કુલ વસ્તી 243 લોકો રહી ગયા છે. પલાયન રોકવા અને લોકોને અહીં વસાવીને આ ગામની અર્થવ્યવસ્થા ખતમ થતી રોકવા માટે સ્વિસ ગવર્નમેન્ટે ઓફર આપી છે. આપને જણાવી દઈએ કે, આ ગામ ફ્રાન્સ અને ઈટલીની સરહદ પર આવેલ છે.
સ્વિટઝર્લેન્ડની સરકારની ઓફર મુજબ, જો આપના પરિવારમાં ચાર સભ્યો છે, તો દરેક સગીર મેમ્બરને લગભગ 22,500 પાઉન્ડ એટલે કે, 22 લાખ રૂપિયાથી વધારે દરેક બાળકને લગભગ 9000 પાઉન્ડ એટલે કે, 8 લાખ રૂપિયાથી વધારે આપવામાં આવે છે. સરકારની શરત છે કે આ ગામમાં વસવા પર ઓફર લેનારાની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.
એટલું જ ન હીં તેનું સી પરમિટ સાથે સ્વિટઝર્લેન્ડના નાગરિક હોવા જરુરી છે. જો આપ ઓફર લેવા માગો છો, તો આપે કમ સે કમ 10 વર્ષ આ ગામમાં રહેવું પડશે. જો તે પહેલા આ ગામ છોડવા માગો છો, તો આપને ઓફર અંતર્ગત મળતી પુરેપુરી રકમ પાછી આપવી પડશે.
Advertisement