લખનૌઃ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુપીના લખનૌમાં ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી બતાવી. આ કાર્યક્રમમાં તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ દરમિયાન કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે સરદાર પટેલ ન હોત તો આજે જૂનાગઢ અને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડતા હોત.
Advertisement
Advertisement
પોતાના સંબોધન દરમિયાન રાજનાથ સિંહે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે સરદાર પટેલ દેશને એક કરવાની દૂરંદેશી અને દ્રષ્ટિકોણ ધરાવતા હતા. ભારતના એકીકરણમાં તેમનો મોટો ફાળો હતો. રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવતા રાજનાથ સિંહે કહ્યું કે જો પટેલજી ન હોત તો આજે જૂનાગઢ જવા માટે પણ વિઝા લેવા પડતા હોત. આ ભાગ ભારતનો ન હોત. આ સરદાર પટેલની દૂરંદેશી હતી કે આવા તમામ રજવાડાઓ ભારતનો ભાગ બન્યા હતા.
ભાજપે સરદાર પટેલનું સન્માન કર્યું-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે સરદાર પટેલને જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણની જવાબદારી સોંપવામાં આવી હોત તો ત્યાં ક્યારેય કલમ 370 લાગુ ન થઈ હોત. સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ જવા માટે પણ વિઝા લેવા પડતા હોત. તેમણે નાગરિક સેવાઓની રૂપરેખા પણ તૈયાર કરી હતી. આટલું બધું કર્યા પછી પણ તેમને યોગ્ય સન્માન મળ્યું ન હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે, ‘2014થી ભાજપ સરકારમાં તેમને સંપૂર્ણ સન્માન મળ્યું છે. પીએમ મોદીએ ગુજરાતના કેવડિયામાં તેમની 182 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તમે જ્યારે પણ ગુજરાત જાવ ત્યારે તે ચોક્કસ જોજો.
ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે આજે ઈન્દિરા ગાંધીનો શહીદ દિવસ છે અને હું તેમને પણ શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે કહ્યું કે ભારતના નિર્માણમાં સરદાર પટેલના યોગદાનનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. મોદી સરકાર છેલ્લાં 10 વર્ષથી તેમનું સન્માન કરી રહી છે અને તેમના કાર્યોને માન્યતા આપવામાં આવી રહી છે.
Advertisement