આજે તા. 2મેના રોજ 9 વાગ્યે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે જે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે.
શિક્ષણ બોર્ડની માહિતી અનુસાર ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાંક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈજનેરી શાખાઓમાં કરિયર એપ્રિસિએશન ઓછું હોવાથી 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
આ વર્ષે પણ ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં 40,414 વિદ્યાર્થીઓ જેની સાંમે ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે અને એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે. આમ કુલ એ, બી અને એબી ગ્રુપના કુલ 11,0382 વિદ્યાર્થીઓ છે.
12 સાયન્સમાં નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે, એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.
ગત માર્ચ મહિનામાં 14મી તારીખે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં આશરે 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56633 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. 6357300971 નંબર પર સીટ નંબર વોટ્સ એપ કરવાથી પરિણામ જાણી શકાશે.
Advertisement