પોતે યુ ટયૂબ બ્લોગર છે અને શાળાને શૂટ કરવા માંગે છે એમ ધમકી આપી આશિષ કંજારીયા ઘણા સમયથી ખાનગી સ્કૂલના સંચાલકોને ધમકાવીને પૈસા પડાવતો હોવાની ફરિયાદો થતી હતી. આ જ અરસામાં મણિનગરની એડયુનોવા સ્કૂલના ટ્રસ્ટીઓને બ્લેકમેઇલ કરીને આશિષે રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ સ્કૂલ પાસેથી 3 સીટ માંગી હતી.
જો સીટ ન આપવી હોય તો એક બેઠક દીઠ 3 લાખ રૂપિયા માગ્યા હતા.
શાળામાં આટલું ગેરકાયદેસર છે એમ ખોટી રીતે વોટ્સન એપ કરતો હતો.
આટલું જ નહીં સ્કૂલના ટ્રસ્ટીને ધમકી આપી કે, સ્કૂલ ચલાવી હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે જો નહીં આપો તો સ્કૂલ બંધ કરાવી દેશે. જેમાં ટ્રસ્ટીએ 25 હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આશિષને આપ્યા હતા. એડયુનોવાના ટ્રસ્ટીએ ક્રાઇમ બ્રાન્ચમાં આશિષ કંજારીયા વિરૂદ્ધ આવા આરોપો સાથે ખંડણીની ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે દારૂ પીધેલી હાલતમાં આશિષને ઝડપી લઇને વધુ પૂછપરછ હાથ ધરી છે.
Advertisement
Advertisement
પ્રહલાદનગર વિસ્તારમાં સંજયસિંગ ધરમપાલસિંગ સિંગ મણીનગર ખાતે એડયુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં વર્ષ 2015થી ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2017થી આશિષ સંજ્યસિંગના સંપર્કમાં આવ્યો હતો ત્યારે આશિષે પોતાની ઓળખ પોલ ખોલ ટીવીનો એડિટર છું અને વાલી મંડળનો પ્રમુખ છું તેમ કહીને આપી હતી. છેલ્લા છ વર્ષમાં આશિષ અવારનવાર વોટસએપ કોલ કરીને તેમને સ્કૂલ ચલાવવી હોય તો દસ લાખ આપવા પડશે અને પૈસા નહીં આપો તો બંધ કરાવી દઈશ એવી ધમકી આપતો હતો.
Advertisement