ઓઇલ મંત્રાલય દ્વારા આગામી વર્ષોમાં ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો નો ઉપયોગ વધારવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયની એક પેનલે એક અહેવાલ સુપરત કર્યો છે, જેમાં 2027 સુધીમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં ડીઝલથી ચાલતા ફોર વ્હીલર પર પ્રતિબંધ મુકવાનું કહેવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં ડીઝલ બસનો ઉપયોગ 10 વર્ષમાં તબક્કાવાર બંધ કરી દેવો જોઈએ. પેનલે આગામી વર્ષોમાં ડીઝલની માંગ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં પેનલે સૂચવ્યું છે કે જો હવેથી ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ વધારવામાં આવે અને ડીઝલ વાહનોનો ઉપયોગ ઘટાડવામાં આવે તો આ માંગને નિયંત્રિત કરી શકાય છે.
ભૂતપૂર્વ ઓઇલ સેક્રેટરી તરુણ કપૂરની આગેવાની હેઠળની પેનલ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં 2035 સુધીમાં આંતરિક વપરાશના એન્જિન સાથે મોટરસાઇકલ, સ્કૂટર અને થ્રી વ્હીલરને તબક્કાવાર બહાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પેનલે તેનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો હતો. જો કે, સરકારે હજુ સુધી રિપોર્ટને સ્વીકાર્યો નથી.
રિપોર્ટમાં ઇથેનોલ-મિશ્રિત ઇંધણ માટે પોલિસી સપોર્ટ પ્રદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. પેનલે જણાવ્યું હતું કે કાર અને ટેક્સી સહિત તમામ ફોર વ્હીલરને લગભગ 50 ટકા હિસ્સા સાથે ઇલેક્ટ્રિક અને ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલમાં શિફ્ટ કરવું જોઈએ. તેમજ ડીઝલથી ચાલતા વાહનોને વહેલામાં વહેલી તકે બંધ કરી શકાય છે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 31 માર્ચ પછી ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રીક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ સ્કીમ (FAME) હેઠળ આપવામાં આવતા પ્રોત્સાહનો પર વિચાર કરવો જોઈએ. પેનલે આવતા વર્ષથી માત્ર ઇલેક્ટ્રિક વાહનો માટે નવા રજીસ્ટ્રેશનની તરફેણ કરી હતી અને કાર્ગો અવરજવર માટે રેલ્વે અને ગેસથી ચાલતા ટ્રકનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.
Advertisement