ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ કહ્યું છે કે ભારત હવે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં ઈલેક્ટ્રિક કાર હોવી જોઈએ, જેવી રીતે અન્ય દેશમાં છે.
Advertisement
Advertisement
તેમણે કહ્યું કે ભારતમાં ટેસ્લા ઈલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવી એ તેમની કંપની માટે સ્વાભાવિક પ્રગતિ હશે. અબજોપતિ સીઈઓએ કહ્યું કે ભવિષ્યમાં તમામ વાહનો ઈલેક્ટ્રિક હશે અને તે માત્ર સમયની વાત છે.
ટેસ્લાની ટીમ ભારત આવશે
ટેસ્લા ભારતમાં તેનો પ્લાન્ટ સ્થાપવા માટે આ મહિનાના અંત સુધીમાં અહીં એક ટીમ મોકલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારોએ ટેસ્લાને ઇલેક્ટ્રિક વાહન (EV) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે જમીનની ઓફર કરી છે. ટેસ્લા ભારતમાં તેના પ્લાન્ટ માટે યોગ્ય સ્થાન શોધવા માટે આ મહિનાના અંતમાં એક ટીમ ભારત મોકલશે.
Advertisement