દિલ્હી: ભારતના વિરોધ પક્ષોના ઘણા ટોચના નેતાઓને Apple તરફથી નોટિફિકેશન મળ્યું છે. જેમાં લખ્યું છે કે ‘એપલનું માનવું છે કે તમને State Sponsored Attackના નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તમારા Apple ID સાથે લિંક કરેલા iPhoneને સ્ટેટ સ્પોન્સર્ડ હુમલાખોરો દ્વારા રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટેક્નોલોજી કંપની એપલે મંગળવારે ઘણાં ભારતીય નેતાઓને ચેતવણીનો સંદેશ મોકલ્યો છે.
Advertisement
Advertisement
રાજકારણીઓ સહિત પત્રકારોને પણ એલર્ટ મેસેજ મળ્યા
રાજકારણીઓ ઉપરાંત કેટલાંક પત્રકારોને પણ એપલ તરફથી એલર્ટ મેસેજ મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. Apple દ્વારા જે નેતાઓને એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય પવન ખેડા, શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, CPI-M નેતા સીતારામ યેચૂરી AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ઉપરાંત AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના નામ સામેલ છે. કંપની દ્વારા આ તમામ વિપક્ષી નેતાઓને એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો છે.
TMC नेता महुआ मोइत्रा, शिवसेना(UBT) नेता की प्रियंका चतुर्वेदी, कांग्रेस नेता शशि थरूर और पवन खेड़ा का कहना है कि उन्हें अपने फोन निर्माता से चेतावनी का संदेश मिला है कि, "स्टेट स्पॉन्सर्ड अटैकर्स उनके फोन से छेड़छाड़ करने की कोशिश कर रहे हैं" pic.twitter.com/0iy8SdUGuf
— ANI_HindiNews (@AHindinews) October 31, 2023
એપલના એલર્ટમાં શું કહેવાયું?
ચેતવણી સંદેશમાં ચેતવણી આપવામાં આવી છે કે, ‘રાજ્ય પ્રાયોજિત હુમલો તમારા iPhoneને નિશાન બનાવી રહ્યો છે.’ હુમલાખોર સ્ટેટ સ્પોન્સર્ડ એટેક દ્વારા તમારા Apple ID સાથે જોડાયેલા iPhoneને રિમોટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ હુમલાખોરો તમને અંગત રીતે નિશાન બનાવી રહ્યા છે. તમારા ઉપકરણો સાથે સ્ટેટ સ્પોન્સર્ડ હુમલા દ્વારા ચેડા કરવામાં આવ્યા હોય, તો તેઓ તમારા સંવેદનશીલ ડેટા, સંદેશાવ્યવહાર અને કેમેરા અને માઇક્રોફોન સુદ્ધાને પણ દૂર રહીને ઍક્સેસ કરી શકશે. આ ચેતવણીને ગંભીરતાથી લેશો.
એલર્ટ પર નેતાઓની પ્રતિક્રિયા
એપલ તરફથી મળેલા આ એલર્ટ પર નેતાઓએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. આ સાથે કેટલાક નેતાઓએ પોતાના અંગત x એકાઉન્ટ (પહેલાના ટ્વિટર એકાઉન્ટ) પર તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
AIMIM सांसद असदुद्दीन ओवैसी ने कहा कि उन्हें अपने फोन निर्माता से "राज्य-प्रायोजित हमलावरों द्वारा उनके फोन पर हमला करने की कोशिश करने के बारे में चेतावनी मिली थी।" pic.twitter.com/1XmbPWAlaW
— ANI_HindiNews (@AHindinews) October 31, 2023
આ મામલે સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે આ ખૂબ જ દુઃખની વાત છે, સવારે આ માહિતી મળી અને આ પ્રકારનો મેસેજ કંપની દ્વારા આવ્યો છે. મેસેજમાં કહેવાયું છે કે સ્ટેટ દ્વારા તમારો ફોન હેક કરવામાં આવી રહ્યો છે. દુઃખની વાત છે કે તેઓ લોકશાહીમાં સ્વતંત્રતા અને પ્રાઈવસી પણ ખતમ કરવા માંગે છે. જાસૂસી શેના માટે ? આની તપાસ થવી જોઈએ.”
આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે સરકારે કહેવું જોઈએ કે આ એલર્ટ ખોટું છે, આ શું થઈ રહ્યું છે ? આક્રમક રાજનીતિ હેઠળ ડિજિટલ વિશ્વનું નિર્માણ કરી રહ્યા છો ? તમે જોવા માંગો છો કે કોણ કોની સાથે વાત કરી રહ્યું છે, તેઓ શું વાત કરી રહ્યા છે ? સરકાર તરફથી સ્પષ્ટતા થવી જોઈએ, આ માટે એક મંત્રાલય પણ છે, તેઓ શું કરી રહ્યું છે ?
Advertisement