દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ અને રાજસ્થાનમાં આ અંગે ઘણી ગતિવિધિઓ ચાલી રહી છે. રાજસ્થાન વિધાનસભાની તમામ 200 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ 25મી નવેમ્બરે થશે. જ્યારે 3 ડિસેમ્બરે મતગણતરી થશે.
Advertisement
Advertisement
દરમિયાન રાજસ્થાનમાં તાજેતરના EDના દરોડાનો વિવાદ વધુ વકર્યો છે. વિપક્ષી પાર્ટીઓ પહેલેથી જ મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે. હવે આ તાજેતરની કાર્યવાહીથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રોષે ભરાયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ દરોડાઓથી ડરશે નહીં અને એક દિવસ ભાજપાએ પણ તેનો સામનો કરવો પડશે.
ખડગેએ વધુમાં કહ્યું કે ‘તેઓ (ભાજપ) ગેહલોતની ચૂંટણી બગાડવા અને કોંગ્રેસના કાર્યકરો તથા નેતાઓને ડરાવવા માંગે છે. તેઓ હંમેશા આવું કરે છે પરંતુ અમે તેનાથી ગભરાઈશું નહીં અને તેનો મજબૂતીથી સામનો કરીશું. તેઓ જે પણ કરી રહ્યા છે તે યોગ્ય નથી. અમે 50 વર્ષથી રાજકારણ કરીએ છીએ પરંતુ ચૂંટણી દરમિયાન ED કે CBI દ્વારા ક્યારેય દરોડા પાડવામાં આવ્યા નથી. પરંતુ આજે એવું થઈ રહ્યું છે કારણ કે તેઓ મુખ્યમંત્રીથી ડરી ગયા છે પરંતુ એક દિવસ તેમને પણ આનો સામનો કરવો પડશે.
ગેહલોતે પણ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા
આ પહેલા શુક્રવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ગુંડાગીરી કરી રહી છે. કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓના માધ્યમથી દેશમાં આતંક મચાવ્યો છે. દેશની સ્થિતિને ચિંતાજનક ગણાવતા ગેહલોતે કહ્યું હતું કે ભાજપે લોકશાહીમાં પોતાની નીતિઓ, વર્તન અને સિદ્ધાંતોના માધ્યમથી લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ તે ‘ગુંડાગીરી’નો આશરો લઈ રહી છે.
કોંગ્રેસના નેતા સચિન પાયલટે રાજસ્થાનમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડાના સમય અને હેતુ અંગે શંકા વ્યક્ત કરી હતી. સાથે જ એવું પણ કહ્યું હતું કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અસુરક્ષિતતા અનુભવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાજસ્થાનના સીકરના જયપુરમાં મંત્રી ગોવિંદ સિંહ દોતાસરાના પરિસરમાં EDએ દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં, EDએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને પણ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
Advertisement