Appleએ પોતાની Iphone 14 સીરિઝ લૉન્ચ કરી દીધી છે. કંપનીએ તેમાં બે હૈન્ડસેટ લૉન્ચ કર્યા છે, જેમાં Iphone 14 અને Iphone 14 Plus સામેલ છે. આ સાથે જ કંપની પોતાના પ્લસ સ્માર્ટફોનને એક વખત ફરી માર્કેટમાં લાવી છે. Iphone 8 સીરિઝ બાદ કોઇ પ્લસ વેરિએન્ટ લૉન્ચ થયો નહતો.
Advertisement
Advertisement
Iphone 14 અને Iphone 14 Plusમાં તમને વધુ અંતર જોવા નહી મળે. બન્ને ડિવાઇસેસમાં માત્ર સ્ક્રીન સાઇઝનું અંતર છે. બીજી તરફ ડિઝાઇન અને કૉન્ફ્રિગ્રેશન મામલે પણ કંપનીએ કોઇ ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇમ્પ્રૂવમેન્ટ નથી કર્યુ, હાં, નવા નામ પર તેમાં સેટેલાઇટ કૉલિંગનું ફીચર મળશે.
Iphone 14 અને Iphone 14 Plusની કિંમત
કંપનીએ બન્ને સ્માર્ટફોન્સને કેટલાક કલર ઓપ્શનમાં લૉન્ચ કર્યુ છે. ભારતમાં Iphone 14ની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે Iphone 14 Plusની કિંમત 89,900 રૂપિયા છે.
ગ્લોબલ માર્કેટમાં Iphone 14ની કિંમત 799 ડૉલર (લગભગ 63,652 રૂપિયા)થી શરૂ થઇ છે. જ્યારે Iphone 14 Plusની કિંમત 899 ડૉલર (લગભગ 71,600 રૂપિયા) છે. જ્યા સ્ટાન્ડર્ડ વેરિએન્ટ 16 સપ્ટેમ્બરે સેલ પર આવશે જ્યારે પ્લસ વેરિએન્ટ 7 ઓક્ટોબરથી સેલ પર આવશે.
શું છે ફીચર્સ?
સ્પેસિફિકેશન્સ મામલે તમને વધારે કઇ નવુ જોવા નહી મળે. અમેરિકન બજારમાં બન્ને ફોન્સ વગર ફિઝિકલ SIM કાર્ડના આવશે. એટલે કે તેમાં eSimનું ઓપ્શન મળશે. બીજી તરફ iPhone 14માં 6.1 inchની સ્ક્રીન આપવામાં આવી છે જ્યારે પ્લસ વેરિએન્ટમાં 6.7 inchની સ્ક્રીન છે. બન્ને મૉડલ્સમાં A15 Bionic ચિપસેટ આપવામાં આવ્યુ ચે.
આ પ્રથમ વખત છે જ્યારે કંપનીએ એક જૂના પ્રોસેરને પોતાના નવા ફોનમાં ઇંટ્રોડ્યૂશ કર્યુ છે (SE સીરિઝને છોડીને). ફોનમાં ડુઅલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં મેન લેન્સ 12 MPનું છે. જેમાં 12 MPનું સેકન્ડ્રી લેન્સ પણ આપવામાં આવ્યુ છે. ફ્રંટમાં કંપનીએ 12 MPનું TrueDepth કેમેરા આપ્યુ છે. બન્ને ફોન્સમાં તમને સેટેલાઇટ કોમ્યુનિકેશનનું ફીચર મળે છે, જે નવુ છે.
Advertisement