નવી દિલ્હી: દિલ્હીના લિકર પૉલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. કેજરીવાલે પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે હાઈકોર્ટ તરફથી કેજરીવાલને રાહત આપવામાં આવી નથી.
Advertisement
Advertisement
કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી છે અને તેની ધરપકડને કાયદેસર માની છે. હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે. કોર્ટે કહ્યું કે, ‘આ જામીનનો મામલો નથી. ધરપકડને પડકારવામાં આવી છે. કેજરીવાલે કાવતરું ઘડ્યું હતું, તેઓ લિકર પોલિસી ઘડવામાં પણ સામેલ હતા, તેમની ધરપકડ કાયદેસર છે.’
દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે, ‘ઈડીની દલીલ છે કે અત્યાર સુધીના પુરાવાએ જણાવે છે કે કેજરીવાલ સંયોજક છે, ગોવા ચૂંટણીમાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો.’ કેજરીવાલના વકીલે તેનો વિરોધ કર્યો અને તેમણે શરથ રેડ્ડી અને રાઘવ મુંગતાના નિવેદનનો ઉલ્લેખ કર્યો. હાઈકોર્ટે કહ્યું કે, સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ કરે છે ન કે તપાસ એજન્સી નક્કી કરે છે. જો સવાલ ઉઠે છે તો પછી મેજિસ્ટ્રેટ પર સવાલ છે.
હાઈકોર્ટે કહ્યું કે, ‘આરોપીના અનુસાર તપાસ એજન્સી નહીં હોઈ શકે. કોર્ટને રાજનીતિથી મતલબ નથી. મુખ્યમંત્રી માટે સ્પેશ્યલ પ્રીવિલેજ નથી.’
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અરજીમાં એજન્સી તરફથી થયેલી ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે કહ્યું હતું કે ‘આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન અવસર સહિત બંધારણના પાયાની સંરચનાનું ઉલ્લંઘન છે.’
Advertisement