ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગણિતમાં 100માંથી 100 માર્ક્સ લાવવામાં ગણિત વિષય અગ્રેસર રહ્યો છે. આમ પણ ગણિત વિષય રોકડીયો હોવાના કારણે 671 વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળ્વાય હતા જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્યમાં 197 વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે. આમ મેથ્સમાં કુલ 868 વિદ્યાર્થીઓ ગણિતમાં પાવરફૂલ સાબિત થયા છે.
Advertisement
Advertisement
ગુજરાતીમાં સૌથી વધુ 97 માર્ક્સ આવ્યા છે જે એક આશ્ચર્ય પણ કહી શકાય. બીજી ભાષા તરીકે અંગ્રેજીમાં 48 વિદ્યાર્થીઓ 99 માર્ક્સ લાવ્યા છે જ્યારે હિન્દીમાં સૌથઈ વધુ માર્ક્સ 96 માર્ક્સ છે. 58 વિદ્યાર્થીઓને સમાજવિદ્યામાં 100માંથી 100 આવ્યા છે.
શિક્ષકોના જણાવ્યા અનુસાર ગણિત એ રોકડીયો વિષય હોવાથી તેમાં પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા વધુ રહે છે. જ્યારે ભાષામાં આ શક્યતા રહેતી નથી. કારણ કે તે અભિવ્યક્તિનો વિષય છે. છતાં આ વખતે ગુજરાતીમાં એક વિદ્યાર્થીને 97 માર્ક્સ આવ્યા છે તે આશ્ચર્ય કહી શકાય.
Advertisement