સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બથી બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. ધમકીની સૂચના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકીભર્યો મેઈલ મળતા જ તાત્કાલિક મોલ ખાલી કરવા માટે સૂચના અપાઈ છે.
Advertisement
Advertisement
ધમકી મળતા જ મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી છે. અફરાતફરી વચ્ચે કેટલાક લોકો નીચે પડી જતાં તેમને ઈજા પહોંચી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ધમકી ભર્યો મેઈલ આવતા જ ઉમરા પોલીસનો કાફલો, ડોગ સ્ક્વૉડ, બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ મોલ ખાતે દોડી આવી છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મોલ પર આવી પહોંચ્યા છે.
સુરત VR મોલને ઈ-મેઈલ આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.’. ઉલ્લેખનિય છે કે, દેશમાં કુલ 52 જગ્યાઓ પર આ પ્રકારના મેઈલ આવ્યા છે. ધમકી બાદથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement