આપણે અનેક સેવાઓથી પરિચિત છીએ પરંતુ સાયન્સ સિટી રોડ પર એડ્રેસ બતાવવાની સેવા પણ આપવામાં આવે છે.
Advertisement
Advertisement
આ વિસ્તાર જ્યારે નવો નવો ડેવલપ થયો ત્યારે અહીં વસતાં અનેક લોકોના સગાવ્હાલા આવે ત્યારે રોહિત પટેલ નામના એક સેવાભાવી વ્યક્તિએ કોઈને પણ મોઢું બગાડ્યા વિના સરનામું બતાવવાની સેવા માટે પોતાનો નંબર જાહેર કરીને આજે આ સેવાના અગિયાર વર્ષ પૂરા કર્યા છે.
અમદાવાદની વસ્તી આશરે 80 લાખ થવા આવી છે. અમદાવાદની આસપાસ અનેક વિસ્તારો નવા ઉમેરાયા. એમાં શેલા, સાયન્સ સિટી, સિંધુ ભવન રોડ, ગોતા, નવા નરોડા, નવા નિકોલ, ન્યૂ સી.જી.રોડ. ચાંદખેડા, લાંભાનો ઉમેરો થતો ગયા.
સાયન્સ સિટી વિસ્તાર પણ અમદાવાદનો એક પોશ વિસ્તાર છે. આ નવા વિસ્તારમાં આજથી અગિયાર વર્ષ પહેલાં સરનામું શોધવું મુશ્કેલ હતું. એ વખતે રોહિતભાઈ પટેલે સરનામું બતાવવાની સેવા કરી અને આજે એ સેવાને અગિયાર વર્ષ પૂરા થયા છે.
રોહિતભાઈએ આ માટે રોડ પર એક પાટીયું મુકીને તેમનો ફોન નંબર મુક્યો જેથી લોકો તેમની સેવાનો લાભ લઈ શકે. આ સેવા એટલી કારગત નીવડી કે લોકોને સરનામું બતાવવું એ પણ એક સેવા છે એ વાતનો ખ્યાલ આવ્યો. મજાની આવત એ છે કે તેમણે આ બોર્ડમાં ચોવીસ કલાક અને 365 દિવસ આ સેવા આપવાનું વચન આપ્યું છે.
રોહિતભાઈ તેમના બોર્ડમાં જ બતાવે છે કે તેમણે અત્યાર સુધીમાં ફોન પર 13000 લોકોને એડ્રેસ બતાવ્યા છે અને ભારતમાં એક માત્ર સાયન્સ સિટી વિસ્તાર છે જ્યાં આવી રીતે નિઃશુલ્ક ટેલિફોનિક એડ્રેસ બતાવવાનું કામ થાય છે.
તેમને આ સેવા આપવાનું પ્રોત્સાહન મુંબઈની બે ઘટનાથી થયું છે. હું આજથી પચીસ વર્ષ પહેલાં જ્યારે મુંબઈ ગયો ત્યારે મને બે વાર એક સરનામું ના મળ્યું. એ સરનામા જાણવા બદલ મેં બે વાર બે વખત અલગ અલગ લોકોને પૂછ્યું હતું. એ વખતે મુંબઈમાં મારી પાસે આજથી પચીસ વર્ષ પહેલાં વીસ રુપિયા માંગ્યા. મેં વીસ રુપિયા જેવા આપ્યા કે તરત જ તેમણે મને સામે જ એડ્રેસ બતાવ્યું. આ વાતથી હું દુઃખી થયો કે અજાણ્યા લોકોને કેવી તકલીફ પડે છે ?
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મને આ સેવા માટે ખૂબ સપોર્ટ કર્યો છે. મને આ સેવાના બોર્ડ બદલ તેમણે મંજૂરીની પ્રક્રિયામાં ખૂબ સહકાર આપ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મને આ માટે રિન્યૂઅલની સેવા આપવામાં આવે છે.
આજે પણ રોહિતભાઈની સેવાઓ અવિરત છે. રોહિતભાઈને લોકો આગળ પોતાની વાહ વાહ કરવાનો શોખ નથી પરંતુ મૌન રહીને સેવા કરવાના ઉદ્દેશથી તેઓ સંતુષ્ટ છે અને આ સેવા અવિરત કરી રહ્યા છે.
Advertisement