45 ડિગ્રી ગરમીમાં સાંજ પડે એટલે પરિવારને કંઈક ઠંડું ફીલ કરવાની ઈચ્છા થાય અને આ બધા વચ્ચે પરિવારના બાળકોથી લઈને મોટા ઓ બરફ ગોળા માટે હોકારો ભણે.
Advertisement
Advertisement
આજે રાજકોટ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, પાટણ અને સુરતમાં અનેક વેરિએશનમાં નવા નવા રુપે બરફના ગોળા મળે છે. એક જમાનામાં ચાર આના-આઠ આનામાં મળતા ગોળા આજે ઓછામાં ઓછા રુ.10થી લઈને રુ.800 કે રૂ.1000 સુધીની કિંમતના મળે છે. અવનવા રંગો, ક્રિમ, ડ્રાય ફ્રૂટ, ટૂટી ફ્રૂટી કે ફ્રૂટ ફ્લેવર, ટોપરું, ફાલુદા નાંખીને દરેક ગોળા કારીગર ગરમીના બે મહિનામાં મેક્સિમ કમાણી કરે છે.
સમી સાંજથી લઈને મોડી રાત સુધી લાંબી લાઈનો ગોળાની ડિમાન્ડ બતાવે છે. દરેકના બાળપણ સાથે કોઈને કોઈ ગોળાવાળો સંકળાયેલો છે. ક્યાંક મનુભાઈનો ગોળો તો ક્યાંક ખીમાનો ગોળો તો વળી ક્યાંક ભીખાનો ગોળો…આવા નામથી દરેકનું બાળપણ અનેક યાદો સંઘરીને બેઠું જ છે.
ગોળાના ઇતિહાસની વાત કરીએ તો બરફ યુગ સાથે તેનું સીધું જોડાણ છે પરંતુ જ્યાં ગરમી પડે છે ત્યાં એની વધુ ડિમાન્ડ છે. એટલે બરફની ફેક્ટરી સાથે ગોળાને સંબંધ છે.
એવું માનવામાં આવે છે કે 794થી 1185માં એક બરફના પ્રદેશમાં ગૂફામાં આઈસ ફેક્ટરી બનાવવામાં આવી હતી અને તેમાં તાપમાન ઘટાડીને તેમાં લાંબો સમય સુધી બરફ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટા ભાગે બરફના હાર્ડ સ્વરુપમાંથી તેને ઝીણો કરવામાં કોઈ સમય અંદાજિત નથી પરંતુ તેમાં ફ્લેવર નાંખવાની શરુઆત ક્યાંથી થઈ એ બાબતે ઘણાં પોતાના જ્ઞાન મુજબ કહે છે કે 1919માં અમેરિકાના ઈસ્ટ દલ્લાસમાં છીણેલા ગોળા મળતા. સેમ્યુઅલ બર્ટ નામનો એક વ્યક્તિ ટેક્સાસમાં બરફ વેચતો અને 1950 સુધીમાં તેણે દસ લાખ ગોળાનો વેપાર કરેલો. આમ ગોળાની લેખિત સાબિતીથી તેના જૂનામાં જૂના રેકોર્ડ મળી શકે પરંતુ તેની શોધ ક્યાંથી અને ક્યારે થઈ એ કહેવું મુશ્કેલ છે.
અમેરિકામાં તેને શેવ આઈસ્ક્રીમ કહેવામાં આવે છે અને મોટા ભાગે રોઝ ફ્લેવર સૌથી પ્રચલિત ફ્લેવર છે એ પછી યુરોપના દેશોમાં પણ ગોળો પ્રચલિત થયો. આઈસ્ક્રીમની સાથે સાથે ગોળાને લોકો પસંદ કરવા લાગ્યા. સામાન્ય રીતે આઈસ્ક્રીમમાં ફેટ વધારે હોય છે તેની સામે તમે ગોળો ખાઈને એનર્જી ફીલ કરી શકો.
ભારતમાં બરફની પહેલી-વહેલી ફેક્ટરી સુરતમાં થઈ. બરફની ફેક્ટરી બનાવવાનું કામ અંગ્રેજો દ્વારા 1609માં કરવામાં આવ્યું હતું. એ પછી કેટલાંક સમયના અંતરાલ પછી છીણેલા ગોળા અસ્તિત્ત્વમાં આવ્યા હશે. પરંતુ તેની સામે ભારતના હિમાલય પ્રદેશમાં પણ કોઈને કોઈએ બરફ સાથે ફ્લેવર મીલાવીને ખાવાના તો પ્રયોગ કર્યા જ હોવા જોઈએ. એટલે ભારતમાં ક્યારથી ગોળા અસ્તિત્ત્વમાં આવ્યા તેવું રેકોર્ડ સાથે 1609ની તારીખથી કહી શકાય પરંતુ ચોક્કસ કહેવું મુશ્કેલ છે.
સુરત હંમેશા સાંસ્કૃતિક શહેર રહ્યું છે અને અહીં હંમેશા અન્ય દેશોમાંથી અનેક લોકો આવ્યા છે એટલે અહીં પણ ગોળાનો પ્રયોગ થયો હશે અને તેને છીણીને તેમાં શરબતના ફ્લેવરનો ઉપયોગ થયો હશે.
ગુલાબનું ફ્લેવર સૌથી પ્રાચીન ફ્લેવર ગણી શકાય. કારણ કે પ્રાચીન સંસ્કૃતિમાં ગુલાબ જળ અને ગુલાબના શરબત વિશેના શાસ્ત્રોકત ઉલ્લેખો જોઈ શકાય છે. તેના મિશ્રણથી બનેલો ગોળો ધીમે ધીમે આટલો પ્રચલિત આજે જ છે કે પહેલાં પણ હતો તે વાત પણ સ્પષ્ટ નથી.
આજે ભારતના મોટા ભાગના શહેરની ગલીએ ગલીએ ગોળાવાળા જોઈ શકાય છે. પહેલા તો તેને સુથારના રંધા વડે છીણીને બનાવવામાં આવતો પરંતુ એ પછી રાજકોટના બુદ્ધિશાળી એન્જિનિયરોની નજર આ પ્રક્રિયા પર ગઈ અને બરફ છીણવાનું મશીન આવ્યું. આ મશીનમાં બરફનો ચોરસ ટુકડો મુકીને એક હાથે હેન્ડલ ફેરવવાથી નીચે છીણ પડે એવી ટેકનિક છે. આ મશીનને કારણે રંધાથી ઘસીને કારીગરને જે થાક લાગતો હતો તે ઘટી ગયો. પરંતુ હવે તો એવા મશીન આવી ગયા છે જે માત્ર એક સ્વીચ દબાવવાથી થોડી જ સેકન્ડોમાં કારીગરને છીણીને આપી દે છે.
જે કારીગરનું ફ્લેવર સારું તેનો ગોળો વખણાય. ગુજરાતમાં રાજકોટના ગોળા સૌથી વધુ વખણાય છે. છતાંય દરેક શહેરમાં ક્યાંકને ક્યાંક જાણીતા ગોળાનું ઉત્તમ ચલણ તો છે. ઉનાળામાં જેવી ગરમી વધે કે તરત જ મોઢામાં દાંત ના હોય એવી વૃદ્ધ પણ આ અદ્દભૂત ઠંડા ગોળાની મિજબાની કરે જ છે.
Advertisement