ગ્લોબલ કૉફી ચેન સ્ટારબક્સે ભારતમાં જન્મેલા લક્ષ્મણ નરસિમ્હનને પોતાના પ્રથમ ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO) બનાવ્યા છે. નરસિમ્હન વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કંપની Reckittના પ્રમુખ છે. તે ઓક્ટોબરમાં સ્ટારબક્સ સાથે જોડાશે અને કંપનીના વચગાળાના સીઇઓ Howard Shultz પાસેથી ટેકઓવર કરશે. નરસિમ્હન તે ભારતીય મૂળના સીઇઓની યાદીમાં સામેલ થઇ ગયા છે જે કોઇ મોટી અમેરિકન કંપનીના પ્રમુખ છે.
Advertisement
Advertisement
આ ગ્લોબલ કંપનીમાં છે ભારતીય CEO
આ યાદીમાં માઇક્રોસૉફ્ટના સત્ય નડેલા, અલ્ફાબેટના સુંદર પિચાઇ, અડોબના શાંતનુ નારાયણ, ડેલોયટના પુનીત રંજન અને ફેડ એક્સના રાજ સુબ્રમણ્યમ સામેલ છે. આ પહેલા ઇંદિરા નુઇ પેપ્સિકો અને અજય બાંગા માસ્ટર કાર્ડ જેવી દિગ્ગજ કંપનીના સીઇઓ રહી ચુક્યા છે.
સ્ટારબક્સના સીઇઓએ પૂણે યૂનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને પછી તે પશ્ચિમી દેશ તરફ ગયા હતા, તેમણે Pennsylvaniaની યૂનિવર્સિટીમાં ધ લૉડર ઇંસ્ટીટ્યૂટથી જર્મન અને ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. આ સાથે Pennsylvaniaની યૂનિવર્સિટીના ધ વોર્ટન સ્કૂલમાંથી તેમણે ફાઇનાન્સમાં એમબીએ પણ કર્યુ છે.
Advertisement