હેલ્થ ટિપ્સ: શરીરના બરાબર કામ કરવા માટે કોલેસ્ટ્રૉલ ઘણુ જરૂરી છે. આ હાર્મોન, સેલ મેમ્બ્રેન બનાવવા, મેટાબૉલિજ્મ ફાસ્ટ કરવા અને શરીર માટે જરૂરી બાઇલ એસિડ્સ બનાવે છે. આ એક મીણબત્તી જેવો પદાર્થ હોય છે જે બ્લડની અંદર જોવા મળે છે. સાથે જ આ કોશિકાઓને સ્વસ્થ રાખવા અને નવી કોશિકાઓના નિર્માણની જવાબદારી પણ નીભાવે્ છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રૉલનું સ્તર વધી જાય છે એટલે કે શરીરમાં લો ડેંસિટી લિપોપ્રોટીન (LDL) વધે છે તો આ હાર્ટના રોગો અને સ્ટ્રોકનો ખતરો વધારી દે છે. જો તમે આ બીમારીથી બચવા માંગો છો અથવા તેને કાબૂમાં કરવા માંગો છો તો આ સમાચાર તમારી માટે છે.
Advertisement
Advertisement
કૉલેસ્ટ્રોલ કેમ વધે છે
કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ ખોટુ ભોજન અને લાઇફ સ્ટાઇલ છે. આ સિવાય જેનેટિક કારણોસર પણ કોલેસ્ટ્રૉલ વધી શકે છે.
20 વર્ષની ઉંમર પછી થઇ જાવ એલર્ટ
ખરાબ જીવન શૈલીને કારણે યુવા પણ આ બીમારીનો શિકાર બની રહ્યા છે. કેટલાક લોકોમાં શરૂઆતમાં કોલેસ્ટ્રૉલ વધવાના લક્ષણ જોવા મળતા નથી પણ તે પછી વ્યક્તિ કેટલીક મોટી બીમારીનો શિકાર બની શકે છે. ડૉક્ટરોનું કહેવુ છે કે જો તમે 20 વર્ષની ઉંમર પાર કરી ચુક્યા છો તો વર્ષમાં બે વખત ઓછામાં ઓછુ પોતાનું કોલેસ્ટ્રોલ ચેક કરાવવુ જોઇએ. જો તમે હાર્ટની બીમારીના શિકાર બની ચુક્યા છો તો પછી તમારે જલ્દી તપાસ કરાવવી પડશે.
હાઇ કોલેસ્ટ્રૉલ વધારે છે આ ખાદ્ય પદાર્થ
કોલેસ્ટ્રૉલ વધારનારા ખાદ્ય પદાર્થોમાં સૈચુરેટેડ ફૈટ્સ વધુ હોય છે જેને કોલેસ્ટ્રૉલથી પીડિત દર્દીઓએ તુરંત છોડી દેવા જોઇએ. ફુલ ફૈટ દૂધ-દહી, માખણ અને ચીજ જેવા ખાદ્ય પદાર્થમાં સૈચુરેટેડ ફૈટ હોય છે. આ સિવાય રેડ અને પ્રૉસેસ્ડ મીટ, બીફ, પોર્ક, તેલમાં તળેલુ ભોજન, કુકીજ અને મીઠાઇ પણ કોલેસ્ટ્રૉલ વધારવા માટે જવાબદાર છે.
આ પણ વાંચો: ભોજન પછી 5 મિનિટ કરો આ કામ, ડાયાબિટિસ કંટ્રોલમાં રહેશે
કોલેસ્ટ્રૉલને કાબુ કરવા માટે આવા ખાદ્ય પદાર્થ ખાવા જોઇએ
તમામ કોલેસ્ટ્રૉલ ધરાવતા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે ખરાબ નથી હોતા. કેટલાક શરીર માટે ફાયદાકારક પણ હોય છે. આવા ખાદ્ય પદાર્થોમાં ઇંડા, શેલફિશ, જાનવરોનું લીવર, કિડની અને હાર્ટ સામેલ છે. આ સિવાય તમારે કોલેસ્ટ્રૉલ ઓછુ કરવા માટે લીલી શાકભાજી, ફળ, અનાજ, બીજ અને ફાઇબર યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવુ જોઇએ.
કોલેસ્ટ્રૉલ કેટલુ હોવુ જોઇએ
કોલેસ્ટ્રૉલનું સ્તર બાળક અને મોટાઓમાં અલગ-અલગ હોય છે. 200 મિલીગ્રામ/ ડીએલ (ડેસીલીટર)થી નીચે કુલ કોલેસ્ટ્રૉલનું સ્તર સામાન્ય માનવામાં આવે છે. 200 અને 239 મિલીગ્રામ/ ડીએલ વચ્ચે કોલેસ્ટ્રૉલ લેવલનો અર્થ છે કે આ તેનાથી ઉપર ના જવુ જોઇએ. આ સિવાય 240 મિલીગ્રામ/ ડીએલ અથવા તેનાથી ઉપરનું કોલેસ્ટ્રૉલનું સ્તર હાઇ માનવામાં આવે છે અને આ ખતરાની ઘંટી છે.
Advertisement