ડાયાબિટિસ (diabetes)ની સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે જ્યારે શરીરમાં ગ્લૂકોઝનું લેવલ વધી જાય છે. તેને બેલેન્સ કરવા માટે ઇંસુલિન મદદ કરે છે. ઇંસુલિન પૈનક્રિયાઝથી નીકળનાર એક હાર્મોન હોય છે, જે લોહીમાં ગ્લૂકોઝના લેવલને મેનેજ અને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તાજેતરમાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ભોજન કર્યા બાદ થોડુ વૉક કરવાથી બ્લડ શુગર લેવલને ઓછુ કરી શકાય છે.
Advertisement
Advertisement
એક નવા રિસર્ચમાં ખબર પડી છે કે ભોજન કર્યા બાદ થોડી વાર માટે ચાલવાથી બ્લડ શુગર લેવલને ઓછુ કરી શકાય છે. સ્પોર્ટ્સ મેડિસિન નામના જર્નલમાં છપાયેલા આ રિસર્ચમાં રિસર્ચર્સે સાત અલગ અલગ સ્ટડીનું વિશ્લેષણ કર્યુ કે લાંબા સમય સુધી બેઠી રહેવાની જગ્યાએ, ઉભા થવુ અને ચાલવા જેવી લાઇટ ફિઝિટલ એક્ટિવિટીઝ કઇ રીતે ઇંસુલિન અને બ્લડ શુગર લેવલ સહિત હાર્ટ હેલ્થને પ્રભાવિત કરે છે.
રિસર્ચના જે પરિણામ સામે આવ્યા, તેને જોતા રિસર્ચર્સે આ સૂચન આપ્યુ કે લંચ અથવા ડિનર કર્યા બાદ બેસવા અથવા ઉંઘવાની જગ્યાએ 2થી 5 મિનિટ હલ્કી વૉક કરવાથી બ્લડ શુગર લેવલને ઇંપ્રૂવ કરી શકાય છે, આ સિવાય જો તમે ભોજન કર્યા બાદ થોડી વાર માટે ઉભા પણ થાવ છો તો પણ બ્લડ શુગલ લેવલ ઓછુ થઇ શકે છે.
આ સ્ટડીના ઓથર એડન બુફેએ કહ્યુ, લાઇટ એક્ટિવિટીઝ તમારી હેલ્થ માટે ઘણી ફાયદાકારક સાબિત થાય છે.
કઇ રીતે લાઇટ એક્ટિવિટીઝથી ઓછુ થઇ શકે છે બ્લડ શુગર લેવલ
જ્યારે પણ તમે કઇ ખાવ છો- ખાસ કરીને હાઇ કાર્બોહાઇડ્રેટ યુક્ત ભોજન ખાવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ અચાનકથી વધવા લાગે છે. તેને પોસ્ટપ્રાંડિયલ સ્પાઇકના રૂપમાં ઓળખવામાં આવે છે. શરીરમાં બ્લડ શુગર લેવલના અચાનક વધવાથી ઇંસુલિન નામનું હાર્મોન રિલીઝ થાય છે, જે ગ્લૂકોઝને લોહી દ્વારા કોશિકાઓમાં મોકલે છે જેથી તેનો ઉપયોગ એનર્જી માટે કરી શકાય.
આ રીતે પણ બ્લડ શુગર લેવલને મેનેજ કરી શકાય
ડાયાબિટિસ (diabetes)ના ખતરાને ઓછુ કરવા માટે બ્લડ શુગર લેવલને મેનેજ કરવુ ઘણુ જરૂરી હોય છે. જો તમને ડાયાબિટિસની સમસ્યા છે તો પણ બ્લડ શુગર લેવલને મેનટેન રાખવુ ઘણુ જરૂરી હોય છે જેને કારણે તમને વિઝન લૉસ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડની ડિસીસનો સામનો ના કરવો પડે.
સીડીસી અનુસાર, આખો દિવસ પોતાના બ્લડ શુગર લેવલને મેનટેન રાખવા માટે ભરપૂર માત્રામાં ફળ અને શાકભાજી સાથે હેલ્ધી ડાયટ લેવુ, હેલ્ધી વેટ મેનટેન રાખવુ અને નિયમિત શારીરિક ગતિવિધિમાં ભાગ લેવો જરૂરી છે. આ સિવાય આ વાતોનું પણ ધ્યાન રાખો-
-
આખો દિવસ કઇને કઇ ખાતા રહો, ભૂખ્યા રહેવાની ભૂલ ના કરો
-
જ્યુસ, સોડા અથવા દારૂની જગ્યાએ પાણીનું સેવન કરો
Advertisement