આજે વિશ્વ હાઈપર ટેન્શન ડે છે. આજની જીવનશૈલીમાં સ્ટ્રેસનું પ્રમાણ વિશેષ છે. વર્ષ 2015-16માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર હાઈપર ટેન્શનનું પ્રમાણ 40થી 44ના વયજૂથમાં 24.6 ટકા, 45-49માં 24.9 ટકા, 30-34માં 16.5 ટકા, 25થી 29માં 11.6 ટકા જોવા મળ્યું છે.
Advertisement
Advertisement
હાઈપર ટેન્શન શરીરમાં ક્યારે ઘૂસી જાય છે તે ખ્યાલ નથી રહેતો અને તણાવ સાથે તે જીવનમાં એકમેક થઈ જાય છે ત્યારે તે છતો થાય છે. હાઈપર ટેન્શનના લક્ષણોમાં માથાના પાછળના ભાગમાં દુઃખાવો થવો, શરીરમાં થાક લાગવો, આંખોમાં ભાર લાગવો અને બેચેની થવી. આ મુખ્ય લક્ષણો છે. પરંતુ એવું નથી કે હાઈપર ટેન્શન આ રોગ સાથે જ રજૂ થાય છે. ઘણાં કિસ્સામાં ગુસ્સાથી કે પછી વધુ પડતી પ્રતિક્રિયાઓ પણ હાઈપર ટેન્શન હોઈ શકે છે.
આજે સતત સ્પર્ધા, અસુરક્ષા અને વધતાં જતાં પારિવારિક કલહને કારણે હાઈપર ટેન્શનમાં વધારો થઈ રહ્યો છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં મોબાઈલ ફોન ન હતા. વ્યક્તિ પ્રમાણમાં શાંત એટલા માટે હતો કારણ કે તેને એક ચોક્કસ ટાઈમ ટેબલ સાથે અને મર્યાદાઓ સાથે જીવવાનું હતું. પરંતુ આજના સમયમાં અમર્યાદ સમસ્યાઓ સાથે વ્યક્તિ વધુને વધુ તણાવગ્રસ્ત થઈ રહ્યો છે.
મહિલાઓમાં પણ હાઈપર ટેન્શનનું પ્રમાણ વધી રહ્યું છે. જો તમારે હાઈપર ટેન્શનથી મુક્ત થવું હોય તો નિયમિત ટાઈમ ટેબલ, સાત્વિક આહાર, સાત્વિક જીવન અને સાત્વિક વિચારોનું આહવાન કરવું પડશે.
ગાંધીજીએ હાઈપર ટેન્શન માટે જણાવ્યું છે કે ખાંડ અને મીઠું મનુષ્યના બે દુશ્મનો છે. જો તેમની માત્રા નક્કી ના કરવામાં આવે તો પણ શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે જે હાઈપર ટેન્શનને નોતરે છે. ગાંધીજીએ એ પણ કહ્યું છે કે નિયમિતતાથી સ્ટ્રેસ રહેતો નથી.
આજના યુવાનોમાં પણ હાઈપર ટેન્શનનું પ્રમાણ બહુ ખતરનાક રીતે વધી રહ્યું છે. જે રોગ ચાળીસ પછી દેખાતો તે હવે વીસ વર્ષની ઉંમરના યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ મેદસ્વીતા, શારીરિક શ્રમનો અભાવ અને અનિયમિત જીવનશૈલી છે.
હાઈપર ટેન્શનથી દૂર રહેવા માટે મનને પણ મજબૂત બનાવવું કે શુદ્ધ રાખવું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે વિપશ્યના ધ્યાન એક અક્સીર દવા છે જેના થકી મન વિકારોથી મુક્ત થાય છે અને તેની સીધી અસર શરીરના સ્વાસ્થ્ય પર પણ પડે છે.
તો આજના આ દિવસે આ રોગ હોય તો તેને નિયંત્રણમાં લાવીએ અને ના હોય તો તેને કસરત, ધ્યાન અને સત્કર્મો થકી દૂર રાખીએ.
Advertisement