ઈન્સ્યોરન્સ ઓથોરિટી ઇરડાએ ગ્રાહકોને સરોગસી અને વંધ્યત્ત્વની સારવારમાં મેડિક્લેઈમનો લાભ આપવા અંગેનો નિર્દેષ કરતાં મોટી રાહત આપી છે.
Advertisement
Advertisement
ઈરડાએ મેડિક્લેઈમ ઇન્સ્યોરન્સ કંપનીઓને જણાવ્યું છે કે તેઓ તેમની સ્વાસ્થ્ય વિમા પોલિસી હેઠળ સરોગસીના ખર્ચને પણ આવરી શકે છે. બધી જ સ્વાસ્થ્ય વિમા પોલિસીઓમાં સરોગસી સહિત વંધ્યત્વની આવરી લેવા જોઈએ. વીમા કંપનીઓેએ સરોગસીની પ્રોસેસને પણ મેડિકલના ભાગરૂપે જ જોવામાં આવે છે. જેમને શારીરિક ખામીને કારણે બાળકો નથી થતાં તેમના માટે એક આશિર્વાદ સમાન મેડિકલ પ્રક્રિયા જ છે તો તેમાં પણ મેડિક્લેઈમની સુવિધા હોવા જોઈએ. આ જ વાત વ્યધ્યંત્વની સારવારમાં પણ લાગૂ પડે છે.
જો આ પ્રોસેસ વધુ સારી રીતે અમલમાં આવશે તો અનેક યુગલો આ સેવાનો લાભ લઈ શકશે અને સરોગસી અને વ્યંધ્યત્વની સારવાર વધુ વ્યાપક બનશે. આજકાલ વ્યાપક લેવલે સ્ટ્રેસ વધતાં સ્ત્રીઓ અને પુરુષોમાં અનેક પ્રજનન સંબંધિત ખામીઓ વધી રહી છે. આવા તબક્કામાં ઉપરોક્ત બંને સારવાર આશીર્વાદરૂપ છે પરંતુ તેમાં ખર્ચ વધુ હોવાથી બધાં લોકો આનો લાભ લઈ શકતા નથી.
પરંતુ જો તેમાં આર્થિક વિમા કવચ મળે તો તમામને સારી રીતે ફાયદો થાય અને અનેક સંતાનવિહિન દંપતિઓને આ સેવાનો લાભ મળે. ભારતમાં સરોગસી અને વ્યંધ્યત્વ નિવારની સારવાર લેવા માટે વિદેશથી પણ અનેક લોકો આવતા હોય છે અને આના કારણે મેડિકલ ટુરિઝમને પણ બૂસ્ટ મળી શકે છે.
Advertisement