સખત ગરમી પડી રહી છે. આવી ગરમીમાં કામ કરવું કપરું છે. માત્ર કામ કરવું જ નહીં પણ સૂવાથી લઈને તમામ કામમાં તમને ગરમી જ સતત શરીરને દઝાડતી રહે છે. આવા સમયે બધાને એ.સી પોસાય એ જરૂરી નથી. વગર એ.સીએ આ બાર પ્રકારે તમને આંશીક ઠંડકનો અહેસાસ થઈ શકશે. એક તો તમે આખા દિવસ દરમ્યાન પડદા બંધ રાખો
Advertisement
Advertisement
- 1. રાત્રે બારીઓ અને દરવાજા ખોલી નાંખો.
- 2. જમીન પર સૂવો જેથી ઠંડું લાગે.
- 3. રાત્રીની ઠંડી હવાને ઘરમાં આવવા દો.
- 4. ધાબા પર સાવરણા વડે ચૂનો ફેરવી દો.
- 5. ઠડુ રાખે તેવા ગાદલા, ઓશિકા અને ચાદર લાવો.
- 6. ખૂબ પાણી પીવાનું રાખો જેથી શરીર ગરમીનો સામનો કરી શકે.
- 7. રાત્રે ઠંડા પાણીએ ન્હાવાનું રાખો.
- 8. તમારા ટેબલ ફેનની જાળી પર ઠંડુ કપડું બાંધીને રાખવાથી અથવા તો કંતાનને પાણીમાં બોળીને મુકવાથી લાંબો સમય ઠંડી હવા આવતી રહેશે.
- 9. તમારા શરીરના કેટલાંક પોઈન્ટ જેવા કે તમારું કાંડુ, તમારી ઘૂંટી, સાંધા અને ઢીંચણની પાછળના ભાગ પર ઠંડો બરફ કે ઠંડુ પાણી અડાડો
- 10. તમે ડેસર્ટ કૂલર પણ રાખી શકો છો.
- 11. આ ઉપરાંત ખસની ટટ્ટી લાવીને તેના પર પાણીની પાઈપ રાખીને આખા ઘરને ઠંડી હવાથી મહેકાવી શકો છો.
- 12. તડકો આવતો હોય તેવી બારીઓ પર સફેદ કાપડ કે પડદા રાખવાથી પણ ઘરના વાતાવરણમાં ફરક આવે છે.
Advertisement