એક અભ્યાસ પ્રમાણે ભારતમાં ટીબીનો વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રમાણ છે. દર વર્ષે લગભગ 480,000 અને દરરોજ 1400 થી વધુ લોકોનો ટી.બીના કારણે ભોગ લેવા છે. WHOના કહેવા પ્રમાણે 2021માં કુલ 1.6 મિલિયન લોકો ટીબીથી મૃત્યુ પામ્યા હતા. (જેમાં 187,000 HIV ધરાવતા લોકોનો પણ સમાવેશ થાય છે). વૈશ્વિક સ્તરે, ટીબીએ મૃત્યુનું 13માં ક્રમાંકે આવતું મુખ્ય કારણ છે.
ટીબી હવા દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે ચેપગ્રસ્ત લોકો ખાંસી, છીંક કે થૂંકે છે ત્યારે તેઓ ટીબીના જંતુઓ પણ હવામાં છોડે છે.
Advertisement
Advertisement
ડો. વિશાલ રાવ, ફેલો – રોયલ સોસાયટી ઓફ મેડિસિન (લંડન), હેડ નેક સર્જીકલ ઓન્કોલોજી એન્ડ રોબોટિક સર્જરીના ડાયરેક્ટર, હેલ્થકેર ગ્લોબલ કેન્સર સેન્ટર જણાવે છે કે “ભારતમાં લગભગ 3.1 મિલિયન ક્ષય રોગના દર્દીઓ છે અને નિયમિત આશરે 2000 દર્દીઓ ટીબીનું નિદાન થાય છે.
ટીબીના લક્ષણો
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર ટી.બી શરીરના કયા ભાગને અસર કરે છે તે પ્રકારે તેના લક્ષણો વિકસિત થાય છે. “ફેફસામાં ટીબીના લક્ષણોમાં 3 અઠવાડિયાથી વધુ સમય સુધી રહેતી ઉધરસ, ભૂખ ન લાગવી, છાતીમાં દુખાવો, તાવ, નબળાઈ અથવા થાક વગેરેનો સમાવેશ થાય છે. શરીરના કોઈ અન્ય ભાગમાં ટીબીના કિસ્સામાં, લક્ષણો અલગ હશે. ઉદાહરણ તરીકે, કિડનીનો ટીબી પેશાબમાં લોહી તરફ દોરી જશે, કરોડરજ્જુનો ટીબી પીઠનો દુખાવો તરફ દોરી જશે, વગેરે.
ડૉ. પૂજન પરીખ, કન્સલ્ટન્ટ, પલ્મોનરી મેડિસિન વિભાગ, મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ વિગતવાર જણાવે છે, “ટીબીના લક્ષણો સામાન્ય અને અંગ-વિશિષ્ટમાં વહેંચાયેલા છે. સામાન્ય લક્ષણોમાં નીચા ગ્રેડનો સાંજનો તાવ, વજન ઘટવું, ભૂખ ન લાગવી, થાકનો સમાવેશ થાય છે.
ખાંસી ઉપરાંત, પલ્મોનરી લક્ષણોમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ગળફામાં લોહીનો સમાવેશ થાય છે. અન્ય અંગ વિશિષ્ટ લક્ષણો છે- મગજમાં, ટીબીના દર્દીઓને વારંવાર હુમલા, સુસ્તી, માથાનો દુખાવો, ઉલટી, લકવો, સ્ટ્રોક આવે છે. સ્પાઇન ટીબી ક્યારેક સતત પીઠના દુખાવાના લક્ષણો પણ રજૂ કરે છે, ક્યારેક લકવો પણ થઈ શકે છે. એ જ રીતે ક્રોનિક સાંધાનો દુખાવો ઘણીવાર સાંધાના ટીબીના લક્ષણોમાંનું એક છે. સર્વાઇકલ લિમ્ફ નોડ ટ્યુબરક્યુલોસિસમાં ગરદનની આસપાસ લસિકા ગાંઠોનો સોજો પણ જોઇ શકાય છે. પેટમાં દુખાવો, પેટમાં પ્રવાહીનું સંચય એ પેટના ટીબીના ચોક્કસ લક્ષણો છે. ત્વચાના ટીબીમાં વિવિધ પ્રકારના ચામડીના ચાઢા જોવા મળે છે, આંખના ટીબીમાં દ્રષ્ટિની ઝાંખી થઈ જાય છે.
Advertisement