1લી જૂનથી 906 એમબીબીએસ પાસ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ બેઠક ફાળવવા માટે ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા ઓનલાઈન કાઉન્સેલિંગ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીએ ગુજરાતના 37 મેડિકલ કોલેજોમાંથી ઈન્ટર્નશીપ માટે કોલેજ પસંદગી કરવાની રહેશે. હાલ કાઉન્સેલિંગ દ્વારા 906 વિદ્યાર્થીનું ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ સ્કોર અને ધોરણ-12ના પરિણામના આધારે પ્રોવિઝનેલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયું છે.
Advertisement
Advertisement
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપના વિવાદ વચ્ચે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઈન્ટર્નશીપ બેઠક ફાળવવા ઓનલાઈન કાઉન્સેલિંગ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં ફિલિપાઈન્સ, રશિયા, ચીન, જર્મની સહિતના વિવિધ એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓએ ફોરેન મેડિકલ ગ્રેજ્યૂએટ એક્ઝામ પાસ કર્યા બાદ રજિસ્ટ્રેશન નંબર મેળવવા ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલમાં ફોર્મ ભર્યા હતા. ફિલિપાઈન્સમાંથી 200થી વિદ્યાર્થીઓએ એમબીબીએસ કર્યું છે અને તેમણે ત્યાં જ ઈન્ટર્નશીપ કરી છે.
નેશનલ મેડિકલ કાઉન્સિલના ઠરાવ પ્રમાણે તેમણે ભારતમાંથી ઈન્ટર્નશીપમાંથી મુક્તની માંગણી કરી હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે.
જ્યારે કાઉન્સિલોએ માંગેલી સ્પષ્ટતાને પગલે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તાજેતરમાં ઈન્ટર્નશિપ માટેની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરી દેવાઈ છે. રશિયા-યુક્રેન વોર અને કોરોનાના કારણે અભ્યાસ અધવચ્ચે છોડીને આવેલા અને ઓનલાઈન ભણેલા વિદ્યાર્થીઓએ બે વર્ષ અને બાકીના વિદ્યાર્થીઓએ એક વર્ષ ઈન્ટર્નશિપ કરવી પડશે તેવો આદેશ કરાયો છે.
Advertisement