ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્મિક બોર્ડની આ વર્ષની પરીક્ષાનું પરિણામ અંદાજે મે મહિનાના અંતે આવવાની શક્યતા છે. આધારભૂત સૂત્રો અનુસાર માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામો મે મહિનાની 28મીથી 30મીની વચ્ચે આવવાની શક્યતા છે.
Advertisement
Advertisement
આ વર્ષે સામાન્ય પ્રવાહમાં અંદાજિત પોણા ચાર લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. હવે પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પેપર ચકાસણીમાંથી પરિણામની તૈયારીનો તબક્કો ચાલી રહ્યો છે. મે મહિનાના અંતે સામાન્ય પ્રવાહનું પરિણામ આવવાની પૂરે પૂરી શક્યતા છે જેથી વિદ્યાર્થીઓ તેમના આગળના ભવિષ્ય માટેની તૈયારીઓ કરી શકે અને આગળની પ્રવેશ પ્રક્રિયા માટેનો સમય બચી શકે.
Advertisement