સ્પૉર્ટ્સ ડેસ્ક: ટેનિસના સ્ટાર ખેલાડી રોજર ફેડરરે સંન્યાસની જાહેરાત કરી છે. લેવર કપ પછી તે ટેનિસમાંથી સંન્યાસ લઇ લેશે. રોજર ફેડરરના નામે 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.
Advertisement
Advertisement
ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા તેને પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. ફેડરરે પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ વર્ષ 2003માં જીત્યો હતો જ્યારે તેને વિમ્બલડનનો ખિતાબ જીત્યો હતો. તે ત્યારથી 6 ઓસ્ટ્રેલિયન ઓપન, 1 ફ્રેન્ચ ઓપન, 8 વિમ્બલડન અને 5 યૂએસ ઓપનનો ખિતાબ જીતી ચુક્યો છે. ફેડરર પોતાના વિરોધી રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ પછી જીતવામાં આવેલા ગ્રાન્ડ સ્લેમ ખિતાબની કુલ સંખ્યા મામલે ત્રીજા સ્થાન પર છે.
ફેડરરે પોતાની આ યાત્રામાં પોતાના ફેન્સ અને વિરોધી ખેલાડીઓનો આભાર માન્યો છે. ફેડરરે કહ્યુ કે 41 વર્ષની ઉંમરમાં તેને લાગે છે કે તેને છોડવાનો સમય આવી ગયો છે. ફેડરરે કહ્યુ, હું 41 વર્ષનો છું, મે 24 વર્ષમાં 1500થી વધારે મેચ રમી છે. ટેનિસે મારી સાથે પહેલા કરતા વધુ ઉદારતાથી વ્યવહાર કર્યો છે અને હવે મારે તેની ઓળખ કરવી જોઇએ કે આ મારી પ્રતિસ્પર્ધી કરિયરનો અંત ક્યારે છે.
ફેડરરે આગળ પોતાની પત્ની મિર્કાનો આભાર માન્યો જે દરેક મિનિટે તેની સાથે ઉભી રહી. ફેડરરે લખ્યુ, તેને ફાઇનલ પહેલા મને ઘણો પ્રોત્સાહિત કર્યો હતો, તે સમયે પુરા 8 મહિનાની પ્રેગનન્ટ હોવા પર પણ તેને ઘણી મેચ જોઇ હતી અને તે 20 વર્ષથી વધુ સમય સુધી મારી સાથે રહી છે.
Advertisement