વર્લ્ડ કપ 2023ની 17મી મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે.. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બાંગ્લાદેશે 35 ઓવરમાં 4 વિકેટે 165 રન નોંધાવ્યા છે.
Advertisement
Advertisement
ભારતીય ટીમ આ વર્લ્ડ કપની મેચ જીતવાનો પ્રયાસ કરશે તો બાંગ્લાદેશની ટીમ આ મેચ દ્વારા પુનરાગમન કરવાનો પ્રયાસ કરશે. અગાઉ વનડે વર્લ્ડ કપમાં બંને ટીમ ચાર વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી ભારતે ત્રણ મેચ જીતી છે અને બાંગ્લાદેશે માત્ર એક મેચ જીતી છે.
બંને ટીમો વર્લ્ડ કપમાં પ્રથમ વખત 2007માં પોર્ટ ઓફ સ્પેનમાં આમને-સામને આવી હતી. એ મેચ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ હતી. બાંગ્લાદેશે ગ્રુપ સ્ટેજમાં મોટો અપસેટ સર્જતા રાહુલ દ્રવિડની ભારતીય ટીમને પાંચ વિકેટથી હરાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી જ બહાર થઈ ગઈ હતી. 2011 વર્લ્ડ કપમાં, બંને ટીમોએ મીરપુરમાં ગ્રુપ સ્ટેજમાં ફરી એક બીજાનો સામનો કર્યો હતો. તે વખતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું હતું.
2019 વર્લ્ડ કપ પછી બંને ટીમો વચ્ચે આ પાંચમી વનડે મેચ
2019 વર્લ્ડ કપ પછી બંને ટીમો વચ્ચે આ પાંચમી વનડે મેચ હશે. છેલ્લી ચાર મેચમાં બાંગ્લાદેશે ત્રણ અને ભારતે માત્ર એક જ મેચ જીતી છે. જો કે આ ચારે મેચોમાં રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. આમાંથી ત્રણ મેચ 2022માં વન-ડે સિરીઝ દરમિયાન રમાઈ હતી, જેમાં શિખર ધવન કેપ્ટન હતો, જ્યારે એક મેચ એશિયા કપ 2023 દરમિયાન રમાઈ હતી.
ઉલ્લેખનીય છે કે બંને ટીમો વચ્ચે કુલ 40 વનડે રમાઈ છે. તેમાંથી ભારતે 31 અને બાંગ્લાદેશે આઠ વનડે જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે છેલ્લો મુકાબલો કોલંબોમાં એશિયા કપ 2023 દરમિયાન થયો હતો, જેમાં બાંગ્લાદેશે છ રનથી વિજય મેળવ્યો હતો.
Advertisement