સ્પૉર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની પાકિસ્તાનની ટીમની જાહેરાત કરી છે, જ્યારે ત્રણ ખેલાડીને રિઝર્વ રાખ્યા છે. બાબર આઝમ ટીમના કેપ્ટન જ્યારે શાદાબ ખાન વાઇસ કેપ્ટન હશે. કુલ મળીને પાકિસ્તાનની ટીમ ઘણી સંતુલિત અને ખિતાબની દાવેદાર દેખાઇ રહી છે કારણ કે આ ટીમમાં મિડલ ઓર્ડરમાં કેટલાક એવા ખેલાડી છે જે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ મેચનું પરિણામ પલટી શકે છે.
Advertisement
Advertisement
શાહીન આફ્રિદીની વાપસી
પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ટીમમાં વાપસી થઇ છે. શાહીન તાજેતરમાં ઇજાને કારણે એશિયા કપમાં ભાગ લઇ શક્યો નહતો અને તેને ગત દિવસોમાં 4-6 અઠવાડિયે આરામની સલાહ આપવામાં આવી હતી. ગૉલમાં જુલાઇમાં શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી ટેસ્ટ દરમિયાન આફ્રિદીના ઘૂંટણમાં ઇજા થઇ હતી. નિશ્ચિત જ આફ્રિદીની ટીમમાં પસંદગી પાકિસ્તાન મેનેજમેન્ટને કૉન્ફિડન્સ આપશે કારણ કે તે પોતાના દમ પર મેચનું પરિણામ પલટી શકે છે.
ટી-20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઇસ કેપ્ટન), આસિફ અલી, હૈદર અલી, હેરિસ રઉફ, ઇફ્તિખાર ખાન, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર
રિઝર્વ ખેલાડી– ફખર ઝમાન, મોહમ્મદ હૈરિસ, શાહનવાઝ દહાની
Advertisement