અમદાવાદઃ ICC ODI વર્લ્ડ કપ 2023ની હાઈ વોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચમાં ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. આ વિજય સાથે ભારત વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં પણ 6 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચ્યુ છે. આ વર્લ્ડકપની મેચોમાં ભારતનો આ ત્રીજો વિજય છે.
Advertisement
Advertisement
આ અગાઉ પાકિસ્તાને ભારત સમક્ષ વિજય માટે 192 રનનું લક્ષ્ય મૂક્યું હતું.. ભારતની ટીમે 30.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. શ્રેયસ ઐયર અડધી સદી સાથે 62 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 53 રન નોંધાવીને તથા કે એલ રાહુલ 19 રને અણનમ રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 63 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગા સાથે 86 રન નોંધાવીને આઉટ થયા હતા. આ અગાઉ શુબ્મન ગિલ 16 અને વિરાટ કોહલી 16 રને આઉટ થયા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અગાઉ ટોસ જીતીને ભારતે ફિલ્ડિંગ પસંદ કરી હતી. જોકે, ભારતીય બોલરોની વેધક બોલિંગ સામે પાકિસ્તાનના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. પાકિસ્તાન નિર્ધારિત 50 ઓવર પણ બેટિંગ કરી શક્યું ન હતું. પાકિસ્તાનની આખી ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક તબક્કે પાકિસ્તાનના 2 વિકેટે 155 રન હતા. જોકે, પાકિસ્તાને તેમાં માત્ર રનના ઉમેરામાં જ બાકીની 8 વિકેટો ગુમાવી દીધી હતી.
પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન જ્યારે મોહમ્મદ રિઝવાને 49, ઈનામ હક્કે 36 રન, શફીકે 20 અને હસન અલીએ 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બૂમરાહ, સિરાજ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ પાકિસ્તાનની બે – બે વિકેટો ઝડપી હતી.
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે ત્રીજી વિકેટ માટે 82 રનની મહત્ત્વની ભાગીદારી નોંધાઈ હતી. તે સમયે પાકિસ્તાન મોટો સ્કોર કરશે તેવી અપેક્ષા હતી. જોકે, 29.4 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 155 રને પહોંચ્યો ત્યારે બાબર આઝમ 58 બોલમાં 7 ચોગ્ગા સાથે 50 રન નોંધાવીને મોહમ્મદ સિરાજની બોલિંગમાં બોલ્ડ થતાં પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી હતી. બન્ને વચ્ચે 82 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનની વિકેટો એક પછી એક પડતી રહી હતી. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રને આઉટ થઈ ગઈ હતી.
Advertisement