તાજેતરમાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીલંકાના કોલંબોમાં એશિયા કપ 2023ની ફાઇનલ રમાઈ હતી. આ ફાઈનલમાં ભારત તરફથી શ્રેષ્ઠતમ દેખાવ કરતાં સિરાજે 21 રન આપીને છ વિકેટ ઝડપીને શ્રીલંકાની બેટિંગ લાઈનઅપ તોડી નાંખી હતી. આ વેધક બોલિંગને કારણે ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આઈસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન બોલર બની ગયો છે. બુધવારે જારી કરાયેલા તાજેતરના આઈસીસી રેન્કિંગમાં સિરાજને આઠ સ્થાનનો ફાયદો થયો છે. તે નવમા સ્થાનેથી સીધો જ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
Advertisement
Advertisement
એશિયા કપમાં સિરાજે કુલ 10 વિકેટ ઝડપી હતી. સિરાજ આ બીજી વખત નંબર વન બોલર બન્યો છે. આ પહેલા માર્ચ 2023માં પણ તે આ સ્થાને પહોંચ્યો હતો. હમણાં સુધી ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ નંબર વન બોલર હતો. જોકે, સિરાજે તેને તે સ્થાનેથી દૂર કર્યો છે. આ ઉપરાંત સિરાજે ટ્રેન્ટ બોલ્ટ, રાશિદ ખાન અને મિશેલ સ્ટાર્ક જેવા બોલરોને પણ પાછળ છોડી દીધા છે.
Magic. Mayhem. Mohammed Siraj ?#AsiaCup2023 #SLvIND pic.twitter.com/kte9v5O25s
— ICC (@ICC) September 17, 2023
અફઘાનિસ્તાનના સ્પિનરોનો ક્રમાંક સુધર્યો
અફઘાનિસ્તાનના સ્પિનરો મુજીબ ઉર રહેમાન અને રાશિદે પણ વનડે બોલરોમાં પોતાની રેંકિંગમાં સુધારો કરીને ક્રમશઃ ચોથા અને પાંચમા સ્થાને પહોંચી ગયા છે. સિરાજ સિવાય ટોચના 10માં માત્ર બે અન્ય બોલર હતા જેમના રેન્કિંગમાં સુધારો થયો છે. ઈજામાંથી પરત ફરેલા દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજના રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં કુલ આઠ વિકેટ ઝડપી હતી. તે તેની વન ડે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં હાલ 15મા સ્થાને છે.
કોહલી ટોપ ટેનમાં આઠમા સ્થાને
આઈસીસી વન ડે બેટિંગ રેન્કિંગમાં ઘણા ખેલાડીઓને ફાયદો થયો છે. ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને પણ એક સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે આઠમા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વનડેમાં અત્યાર સુધીની તેની સૌથી વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સેન્ચુરિયન ખાતે, ક્લાસેનના 209.64ના સ્ટ્રાઈક રેટથી 174 રનના કારણે દક્ષિણ આફ્રિકાનો 164 રનથી વિજય થયો હતો. ક્લાસેન વન ડે બેટિંગ રેન્કિંગમાં નવમા સ્થાને પહોંચી ગયો છે.
Advertisement