હૈદરાબાદ: સુપરસ્ટાર મહેશ બાબૂ (Mahesh Babu) ની માતા અને અભિનેત્રી ઇન્દિરા દેવીનું નિધન થયુ છે. સુપરસ્ટારની માતા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેમની સારવાર હૈદરાબાદના એઆઇજી હોસ્પિટલમાં ચાલતી હતી. સ્વાસ્થ્ય બગડ્યા બાદ તેમણે કેટલાક સમય માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Advertisement
Advertisement
વર્ષ 2022 મહેશ બાબૂ માટે દુખોનો પહાડ લઇને આવ્યો છે. વર્ષની શરૂઆતમાં તેને પોતાના ભાઇ રમેશ બાબૂને ગુમાવી દીધા હતા અને હવે તેની માતાનું નિધન થયુ છે. ઇન્દિરા દેવીના પાર્થિવ શરીરને પદ્માલય સ્ટૂડિયોમાં અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યુ છે. તે બાદ જુબલી હિલ્સના મહાપ્રસ્થાનમાં દિવસમાં અંતિમ સંસ્કાર થશે.
મહેશ બાબૂ (Mahesh Babu) ના પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઓફિશિયલ નિવેદન અનુસાર, દિગ્ગજ અભિનેતા કૃષ્ણાની પત્ની અને મહેશ બાબૂ (Mahesh Babu) ના માતા ઘટ્ટામનેની ઇન્દિરા દેવીનું નિધન થયુ ચે. તે છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડિત હતા.
Advertisement