મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે તેમના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. આ વિશે માહિતી આપતા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. સ્વરાએ પતિ ફહાદ અહેમદ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી કેટલીક તસવીરો શેર કરી છે. આટલું જ નહીં સ્વરાએ પોસ્ટમાં લખ્યું કે તે બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે.
Advertisement
Advertisement
તેના પતિ ફહાદને ટેગ કરતાં સ્વરાએ લખ્યું, “ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓનું ફળ એક વખતમાં જ મળી જાય છે! જ્યારે આપણે એક સંપૂર્ણ નવી દુનિયામાં પ્રવેશ કરીએ છીએ!” આશીર્વાદ, આનંદિત, આભાર…
સ્વરા ભાસ્કરે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરતાની સાથે જ ઘણાં બોલિવૂડ સેલેબ્સ અને તેમના ફેન્સ તેને સતત અભિનંદન આપી રહ્યા છે. સ્વરા ભાસ્કરે પહેલા સપા નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, ત્યારબાદ માર્ચમાં દિલ્હીમાં ખૂબ જ ધૂમધામપૂર્વક લગ્ન કર્યા હતા. તેમાં ફિલ્મ જગતના અનેક સ્ટાર્સ અને રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.
અનોખું કાર્ડ વાયરલ
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે 16 ફેબ્રુઆરીએ તેના બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા, ત્યારબાદ એક અનોખું લગ્ન કાર્ડ પણ જાહેરમાં આવ્યું હતું જેમાં એક ખાસ સંદેશ લખવામાં આવ્યો હતો, “ક્યારેક ક્યારેક આપણે દૂર-દૂર સુધી કોઈ ખાસ વસ્તુની શોધ કરીએ છીએ.” પરંતુ, તેવું ફક્ત તમારી સાથે છે. અમે પ્રેમની શોધમાં હતા પણ પહેલા મિત્રતા મળી. તેની શરૂઆત વિરોધ સાથે થઈ, જે રાજકીય ઘટનાઓની સાથે વધતો ગયો. સાથે જ અમે અંધકારના સમયમાં પ્રકાશ મેળવ્યો અને એકબીજાને અલગ દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા. અમે નફરતના સમયમાં પ્રેમ મેળવ્યો. હા, ચિંતા, અનિશ્ચિતતા અને ડર હતો. પરંતુ, વિશ્વાસ અને આશા પણ છે.”
Advertisement