અભિનેત્રી ઉર્વશી રૌતેલા મુંબઈના જુહુ વિસ્તારમાં એક નવા બંગલામાં રહેવા ગઈ હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ, તેનો બંગલો દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાના બંગલાની બાજુમાં આવેલો છે. તેના આ વૈભવી બંગલાની કિંમત ₹190 કરોડ હોવાનું કહેવાય છે. ઉર્વશી રૌતેલાનો આ નવો બંગલો તમામ અતિઆધુનિક સુવિધાઓથી સજજ અને ચાર માળનો હોવાનું માનવામાં આવે છે.
Advertisement
Advertisement
લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, ઉર્વશીનો નવો બંગલો સુંદર ગાર્ડન, પર્સનલ જીમ, ભવ્ય ઈન્ટિરિયર અને બેકયાર્ડની વિશાળ જગ્યાની સુવિધા ધરાવે છે. તેના બંગલાની દીવાલ પ્રખ્યાત ચોપરા બંગલાની દીવાલ સાથે આવેલી છે. ચોપરા બંગલાની માલિકી અગાઉ યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાની હતી જેમનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું
અહેવાલો મુજબ, ઉર્વશી છેલ્લાં સાત- આઠ મહિનાથી તેના સ્વપ્નના ઘરની શોધ કરી રહી હતી. તે દરમિયાન ઉર્વશીએ આદર્શ રીતે શહેરની મધ્યમાં આવેલા મકાનો સહિત વિવિધ વિકલ્પોની શોધ કરી હતી. અહેવાલો સૂચવે છે કે ઉર્વશીને લોખંડવાલા કોમ્પ્લેક્સમાં સ્થિત ‘સેલેસ્ટ’ નામના બંગલામાં રસ હતો, તેણે જુહુ વિસ્તાર પસંદ કર્યો અને જુહુમાં રહેતા સેલેબ્સની લીગમાં જોડાઈ ગઈ. તેમાં જલસામાં રહેતા અમિતાભ બચ્ચન, શિવશક્તિમાં રહેતા કાજોલ અને અજય દેવગન, વિલા ઇન ધ સ્કાયમાં રહેતા જોન અબ્રાહમ અને રિતિક રોશનના મન્નત એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ, ઉર્વશી લગભગ ત્રણ મહિના પહેલા, તેના રોકાણ વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના તેના નવા ઘરે રહેવા ગઈ હતી. જો કે, ઉર્વશીએ આ મિલકત ખરીદી છે કે ભાડે આપી છે તેની વિગતો હજુ જાણી શકાઈ નથી. તેના નવા બંગલાનું નામ પણ ગુપ્ત છે.
Advertisement