અજય દેવગણ અને તબ્બૂની ફિલ્મ ‘દ્રશ્યમ’ 2015માં રિલીઝ થઇ હતી. ફિલ્મે સારા રિવ્યૂ સાથે બૉક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. લાંબા સમયથી ફિલ્મની સીક્વલ ‘દ્રશ્યમ 2‘ (Drishyam 2)ની ચર્ચા ચાલી રહી છે. નિર્માતા ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી ચુક્યા છે.
Advertisement
Advertisement
નિર્માતાઓએ નક્કી કર્યુ છે કે 2 ઓક્ટોબરથી તે ફિલ્મનો પ્રચાર શરૂ કરશે કારણ કે ફિલ્મ અને ફિલ્મના પ્રશંસકો માટે આ તારીખ ખાસ છે.
‘દ્રશ્યમ’ની સ્ક્રિપ્ટનો મહત્વનો ભાગ છે 2 ઓક્ટોબર
અભિષેક પાઠકે ફિલ્મનો પ્રચાર કરવા માટે 2 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. ફિલ્મના પ્રથમ ભાગમાં આ તારીખ સ્ક્રિપ્ટનો મહત્વનો ભાગ હતી. આ સિવાય આ દિવસે ફિલ્મની રિલીઝને 45 દિવસ બાકી રહેશે. એવામાં તમામે એકમતથી પ્રચાર શરૂ કરવા માટે આ તારીખ પર મોહર લગાવી દીધી છે. મહત્વપૂર્ણ છે કે ‘દ્રશ્યમ 2’ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે.
શું છે 2 ઓક્ટોબર અને ‘દ્રશ્યમ’નું કનેક્શન?
2 ઓક્ટોબરે ફિલ્મના ફેન્સ ફિલ્મ સાથે જોડાયેલા મેસેજ અને મીમ્સ શેર કરે છે. કેટલાક લોકો પોતાના મિત્રોને આ રીતના મેસેજ મોકલે છે કે આજની તારીખે જ વિજય સલગાંવકર સત્સંગમાં ગયો હતો અને પાવ-ભાજી ખાધી હતી.
ફિલ્મની કહાનીમાં વિજય (અજય દેવગણ)ની દીકરીના હાથે 2 ઓક્ટોબરે એક હત્યા થઇ જાય છે. તે બાદ તે આ સાબિત કરવાનું ષડયંત્ર રચે છે કે 2 ઓક્ટોબરે તેનો પરિવાર ઘરે હતો જ નહી.
‘દ્રશ્યમ’નું ડિરેક્શન નિશિકાંત કામતે કર્યુ હતુ. ઓગસ્ટ, 2020માં 50 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયુ હતુ. તે લાંબા સમયથી લિવર સિરોસિસ નામની બીમારીથી પીડાતા હતા, તેમણે ફોર્સ, મદારી અને રોકી હેન્ડસમ જેવી કેટલીક ફિલ્મ કરી છે.
‘દ્રશ્યમ’થી છ વર્ષ આગળ હશે ‘દ્રશ્યમ 2’ની કહાની
‘દ્રશ્યમ’ 2013માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની હિન્દી રીમેક હતી. મલયાલમમાં આ ફિલ્મની સીક્વલ રિલીઝ થઇ ગઇ છે. ‘દ્રશ્યમ 2’ની કહાની ‘દ્રશ્યમ’ની કહાનીથી છ વર્ષ આગળ છે. ‘દ્રશ્યમ 2’માં વિજયનો પરિવાર એક સારૂ જીવન વિતાવે છે. અજય તેમાં એક ખુશ બિઝનેસમેનના રોલમાં જોવા મળશે. કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે જૂના કેસમાં આ પરિવાર ફસાઇ જાય છે.
‘દ્રશ્યમ 2’માં અક્ષય ખન્નાની એન્ટ્રી
‘દ્રશ્યમ’માં અજય દેવગણ સાથે તબ્બૂ, શ્રિયા શરન, ઇશિતા દત્તા અને રજત કપૂર જોવા મળ્યા હતા જ્યારે ‘દ્રશ્યમ 2’માં અજય દેવગણ-તબ્બૂ સાથે અક્ષય ખન્નાએ એન્ટ્રી કરી છે.
Advertisement