સ્પોર્ટસ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સીનિયર પસંદગી સમિતીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. મોહમ્મદ શમીનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શમી ઓસ્ટ્રેલિયા પહોચી ગયો છે અને પ્રેક્ટિસ મેચ પહેલા બ્રિસબેનમાં ટીમ સાથે જોડાશએ.
Advertisement
Advertisement
ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી
32 વર્ષના મોહમ્મદ શમીને પહેલા સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ટી-20 વર્લ્ડકપ ટીમમાં જગ્યા મળી હતી. તે ગત મહિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરેલુ સીરિઝનો ભાગ હતો પરંતુ કોવિડ-19 પોઝિટિવ થયા બાદ તેમણે બહાર થવુ પડ્યુ હતુ. કોવિડથી સ્વસ્થ થયા બાદ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સીરિઝનો પણ ભાગ બની શક્યો હતો.
બુમરાહની કમી પુરી કરશે શમી
IPL 2022માં ગુજરાત ટાઇટન્સની ખિતાબી જીતમાં મહત્વની ભૂમિકા નીભાવનારા મોહમ્મદ શમીએ ગત વર્ષે રમાયેલ વર્લ્ડકપ પછી ભારત માટે એક પણ ટી-20 મેચ રમી નથી. આઇપીએલ 2022માં શમીએ 16 મેચમાં 24.40ની એવરેજથી 20 વિકેટ પોતાના નામે કરી હતી. મોહમ્મદ શમીનું ટીમમાં સામેલ થવુ સારી વાત છે કારણ કે તે બુમરાહની કમી પુરી કરી શકે છે. શમીને પહેલા પણ ઓસ્ટ્રેલિયન પિચ પર રમવાનો અનુભવ છે.
આ પણ વાંચો: સાગર ધનખડ હત્યાકાંડ: પહેલવાન સુશીલ કુમાર સહિત 17 લોકો પર હત્યાના આરોપ નક્કી
મોહમ્મદ શમીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
મોહમ્મદ શમીએ ભારત માટે 60 ટેસ્ટ, 82 વન ડે અને 17 ટી-20 મેચ રમી છે. મોહમ્મદ શમીના નામે 216 ટેસ્ટ વિકેટ, 152 વન ડે વિકેટ અને 18 ટી-20 વિકેટ છે.
Advertisement