હવામાન ખાતાની આગાહી પ્રમાણે ભારતના પશ્ચિમ ભાગમાં ગરમી વધશે. રાજસ્થાન અને ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પારો 41 ડિગ્રીથી 43 ડિગ્રી વચ્ચે પારો આવે એટલે યલો એલર્ટ કહેવાય. આજે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીની આસપાસ રહેશે.
Advertisement
Advertisement
સામાન્ય રીતે બપોરના સમયે સૌથી વધુ તાપમાન નોંધાય છે એ પછી ઘટતા ક્રમમાં તાપમાનનો આંકડો નીચે સરકે છે. ગઈકાલે અમદાવાદ, વડોદરા અને સુરતમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ ટચ થયો હતો. ખૂબ જ ઝડપથી તાપમાન વધી રહ્યું છે. એના એક દિવસ પહેલાં તાપમાન 39 ડિગ્રી હતું. રાજકોટનું તાપમાન 39 ડિગ્રી રહ્યું હતું.
હવામાનખાતાના અનુમાન પ્રમાણે એપ્રિલ અને મે મહિનામાં તાપમાન સતત વધશે. સામાન્ય રીતે 41 ડિગ્રીથી 43 ડિગ્રી સુધી યલો એલર્ટ, 43થી 44.9 ડિગ્રી સુધી ઓરેન્જ એલર્ટ અને એ પછી રેડ એલર્ટ કહેવામાં આવે છે. હવામાનશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે આ વર્ષે પણ ગરમીનો પારો રેડ એલર્ટ સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
ગરમીના કારણે લૂ લાગવાના કેસો વધ્યા છે. બી.પી. ડાયાબિટીસના દર્દીઓમાં પણ બેચેનીમાં વધારો જોવા મળે છે. ઊનાળામાં શરીરના તાપમાનને નિયંત્રિત રાખવા માટે સતત પાણી પીવું જરુરી છે. સાથે લીંબુનું શરબત, નાળીયેરનું પાણી શરીરને ઊર્જા આપે છે.
Advertisement