સ્પોર્ટ્સ ડેસ્ક: ગુજરાત ટાઇટન્સે IPLની ગત સીઝનમાં ખિતાબ જીતીને સૌને ચોકાવી દીધા હતા. ટીમ પ્રથમ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમી રહી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં નબળી ગણાતી આ ટીમ મોટી મોટી ટીમોને હરાવીને ચેમ્પિયન બની હતી, તેની જીતમાં ઓપનર શુભમન ગિલે મહત્વનું યોગદાન આપ્યુ હતુ. હવે સમાચાર આવી રહ્યા છે કે ગિલ ફ્રેન્ચાઇઝીથી અલગ થઇ શકે છે.
Advertisement
Advertisement
ગુજરાત ટાઇટન્સે એક ટ્વીટ કર્યુ, જે બાદ આ ચર્ચા થવા લાગી કે ગિલ ટીમથી અલગ થવાનો છે. ગુજરાત ટાઇટન્સે લખ્યુ, “આ એક યાદગાર યાત્રા રહી છે. શુભમન ગિલ, અમે તમને આગામી પ્રયાસ માટે શુભકામના પાઠવીએ છીએ.” ગિલે આ ટ્વીટનો જવાબ પણ આપ્યો અને તેને દિલ અને ગળે લાગવાની ઇમોજી શેર કરી છે.
શું ચેન્નાઇ સુપરકિંગ્સમાં જશે ગિલ?
ટ્વિટર પર ફ્રેન્ચાઇઝી અને ગિલ વચ્ચે આ વાતચીતથી ફેન્સ હેરાન છે. આ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે ગિલ આ ટીમને છોડીને બીજી ટીમમાં જવાનો છે. ફેન્સ સૌથી વધારે ચેન્નાઇ સુપરકિંગ્સનું નામ લઇ રહ્યા છે. ચેન્નાઇ અને દિગ્ગજ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી બધુ બરાબર ચાલતુ નથી. ગત સીઝન વચ્ચે જ કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યા બાદ જાડેજા નારાજ છે, તેણે ફ્રેન્ચાઇઝીને સોશિયલ મીડિયા પર અનફૉલો કરી દીધા છે અને ચેન્નાઇ સાથે જોડાયેલી તમામ પોસ્ટ પણ ડિલેટ કરી નાખી છે.
જાડેજા ગુજરાત ટાઇટન્સમાં થશે સામેલ?
કહેવામાં આવી રહ્યુ છે કે ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે વાત ચાલી રહી છે, જેની હેઠળ જાડેજા પોતાની ઘરેલુ ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાશે અને ગિલ તેની જગ્યાએ ચેન્નાઇ સુપરકિંગ્સમાં જશે. IPLની આગામી સીઝન પહેલા આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ખુલનારી ટ્રેડ વિંડો ખતમ થયા પહેલા બન્ને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કરાર થઇ શકે છે. જોકે, હજુ સુધી તેની કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. રોબિન ઉથપ્પાના સંન્યાસ બાદ ચેન્નાઇ સુપરકિંગ્સને ટોચનો બેટ્સમેન જોઇતો હતો, એવામાં ફેન્સનું માનવુ છે કે ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ ગિલને પોતાની સાથે જોડી શકે છે.
ગિલનું પ્રદર્શન
શુભમન ગિલે IPL કરિયરની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે કરી હતી. KKRએ ગત આઇપીએલ માટે તેને રિટેન કર્યો નહતો. ગુજરાત ટાઇટન્સે હરાજી પહેલા શુભમન ગિલને ડ્રાફ્ટ દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, તેને ગત સીઝનની 16 મેચમાં 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 132.33નો હતો, તેને ચાર અડધી સદી ફટકારી હતી.
Advertisement