સ્પૉર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઇ ઇન્ડિયન્સના નવા હેડ કોચ મળી ગયા છે. આ ભૂમિકા હવે સાઉથ આફ્રિકન ટીમના પૂર્વ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન માર્ક બાઉચર નીભાવતા જોવા મળશે. આ પહેલા આ જવાબદારી પૂર્વ શ્રીલંકન કેપ્ટન મહેલા જયવર્ધને સંભાળી રહ્યો હતો, પરંતુ ફ્રેન્ચાઇઝીએ તેમણે પ્રમોશન આપ્યુ છે.
Advertisement
Advertisement
મુંબઇ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023થી શરૂ થનારા પોતાના નવા મુખ્ય કોચના રૂપમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિકેટ કીપર-બેટ્સમેન માર્ક બાઉચરની નિયુક્તીની પૃષ્ટી કરી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ પૃષ્ટી કરી હતી કે બાઉચર ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડકપ બાદ મેન્સ સીનિયર ટીમના મુખ્ય કોચનું પદ છોડી દેશે.
બાઉચરની એક વિકેટ કીપર, બેટ્સમેનના રૂપમાં એક લાંબી અને શાનદાર કરિયર રહી છે અને એક વિકેટ કીપર દ્વારા સૌથી વધુ ટેસ્ટ આઉટ કરવાનો રેકોર્ડ છે. આટલુ જ નહી સંન્યાસ બાદ તેમણે દક્ષિણ આફ્રિકામાં ટોચના સ્તરની ક્રિકેટ ફ્રેન્ચાઇઝી ટાઇટન્સના કોચના રૂપમાં પદભાર સંભાળ્યુ હતુ અને તેને પાંચ ઘરેલુ ખિતાબ જીતાડ્યા છે.
2019માં ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ માર્ક બાઉચરને મુખ્ય કોચ નિયુક્ત કર્યા હતા જ્યા તેમણે 11 ટેસ્ટ જીત, વન ડે મેચમાં 12 અને 23 ટી-20 જીત મેળવી છે.
બાઉચરે મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા કહ્યુ, મુંબઇ ઇન્ડિયન્સના મુખ્ય કોચના રૂપમાં નિયુક્ત થવુ એક સમ્માન અને સૌભાગ્યની વાત છે. એક ફ્રેન્ચાઇઝીના રૂપમાં તેમના ઇતિહાસ અને સિદ્ધિએ તેમણે સ્પષ્ટ રીતે દુનિયાની તમામ રમતમાં સૌથી સફળત રમત ફ્રેન્ચાઇઝીમાંથી એકના રૂપમાં સ્થાપિત કરી છે. હું પડકાર અને સમ્માન માટે તત્પર છું. આ ટીમ સારી લીડરશિપ અને ખેલાડીઓ સાથે એક મજબૂત ટીમ છે. હું આ શાનદાર ટીમમાં કઇક જોડવા માટે તત્પર છું.
Advertisement