નવી દિલ્હી: મોંઘી ખાદ્ય ચીજોને કારણે દેશમાં છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. સપ્ટેમ્બરમાં ફુગાવો 4.1 ટકાથી વધીને 7.41 ટકા થયો છે, જે આ વર્ષના એપ્રિલ પછી સૌથી વધુ છે. સરકારી આંકડાઓ અનુસાર, ઓગસ્ટમાં તે 7 ટકા હતો. સત્તાવાર ડેટા અનુસાર, છૂટક ફુગાવાનો દર જુલાઈમાં 6.71 ટકા અને ગયા વર્ષે ઓગસ્ટમાં 5.3 ટકા હતો. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ અનાજ અને શાકભાજીના ભાવમાં વધારો હોવાનું માનવામાં આવે છે. સતત નવમા મહિને છૂટક ફુગાવો આરબીઆઈના 6 ટકાના સહનશીલતા સ્તરથી ઉપર રહ્યો છે.
Advertisement
Advertisement
નોંધનીય છે કે એક વર્ષ પહેલા સપ્ટેમ્બર 2021માં રિટેલ મોંઘવારી દર 4.35 હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના કારણે છૂટક મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય ફુગાવો 8.60 ટકા પર પહોંચી ગયો છે, જે એક મહિના અગાઉ ઓગસ્ટમાં 7.62 હતો. સપ્ટેમ્બર મહિનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઉછાળો આવ્યો છે. જો મોંઘવારી 6 ટકાથી વધી જાય તો RBIએ કેન્દ્ર સરકારને રિપોર્ટ સુપરત કરવો પડશે. આ રિપોર્ટમાં આરબીઆઈએ સમજાવવું પડશે કે શા માટે તે છૂટક ફુગાવાને 2-6 ટકાની રેન્જમાં રાખવામાં નિષ્ફળ રહી.
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે આરબીઆઈને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે રિટેલ મોંઘવારી 2 થી 6 ટકાની રેન્જમાં રહે. સપ્ટેમ્બરમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં અનુભવાતી તીવ્ર આયાતી ફુગાવાનું દબાણ ઓછું થઈ ગયું છે, પરંતુ ખાદ્ય અને એનર્જી વસ્તુઓ પર દબાણ હજુ પણ અકબંધ છે.
Advertisement