USને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રેટિંગ એજન્સી ફિચે અમેરિકાના રેટિંગને AAAથી ઘટાડીને AA+ કરી દીધું છે. 2011 બાદ 12 વર્ષમાં પહેલી વખત USAનું રેટિંગ ઘટાડી દેવાયું છે. તેની અસર વૈશ્વિક સ્તરે શેરબજારોમાં જોવા મળી હતી. ખરાબ વૈશ્વિક સંકેતોના કારણે આજે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો.
Advertisement
Advertisement
આજના કામકાજના અંતે 30 શેર પર આધારિત BSE સેન્સેક્સ 676.53 પોઈન્ટ અથવા 1.02 ટકા તૂટીને 65782.78 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207.00 પોઈન્ટ અથવા 1.05 ટકા તૂટીને 19526.50 પર બંધ થયો છે. આજના કામકાજ દરમિયાન એક તબક્કે સેન્સેક્સ 65431 પોઈન્ટ અને નિફ્ટી 19423 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચી ગયા હતા.
ભારતીય શેર બજારમાં આજે ચોતરફ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે એક ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. ઑટો, બેંક, રિયલ્ટી અને ઓઈલ-ગેસ સેક્ટરમાં પણ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકાની નબળી થતી આર્થિક સ્થિતિ અને વધતા દેવાના કારણે તેનું રેટિંગ ઘટ્યું છે. આ અગાઉ S&P ગ્લોબલે અમેરિકાનું રેટિંગ ઘટાડ્યું હતું. ફિચનું કહેવું છે કે, છેલ્લાં બે દાયકામાં અમેરિકામાં અનેક વખત નબળા શાસનને લીધે આર્થિક સંકટ તોળાયું છે. તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી હતી. જોકે, ફિચ રેટિંગ્સ દ્વારા અમેરિકાનું રેટિંગ ઘટાડી દેવાયા પછી ભારતીય શેરબજારોમાં આવેલો ઘટાડો લાંબો સમય ટકી શકશે નહીં. વિશ્લેષકોનું માનવું છે કે ભારતના આર્થિક ફંડામેન્ટલ્સ ટૂંક સમયમાં કેન્દ્ર સ્થાને રહેશે. વિશ્લેષકોનું કહેવું છે કે મંદીનું આ સેન્ટિમેન્ટ થોડા દિવસ માટે અસર કરી શકે છે, પરંતુ તે લાંબો સમય ટકશે નહીં..
એક દિવસમાં રોકાણકારોના રૂ. 3.5 લાખ કરોડ ડૂબ્યા
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 2 ઓગસ્ટે ઘટીને 303.31 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું હતું. આ અગાઉના કામકાજના દિવસે એટલે કે 1 ઓગસ્ટે કુલ માર્કેટ કેપ 306.80 લાખ કરોડ રૂપિયા હતું. આવી જ રીતે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે અંદાજે 3.49 લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે. ગત બિઝનેસ સેશનમાં સેન્સેક્સ 68.36 પોઈન્ટ ઘટીને 66,459.31 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 20.25 પોઈન્ટ ઘટીને 19,733.55 પોઈન્ટ પર બંધ થયો હતો.
Advertisement