નવી દિલ્હી: ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022માં 121 દેશોમાં ભારત 101માંથી 107માં ક્રમે આવી ગયું છે. હવે પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાએ પણ આ ઈન્ડેક્સમાં ભારતને પાછળ છોડી ગયા છે.
Advertisement
Advertisement
ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ, જે ભૂખ અને કુપોષણ પર નજર રાખે છે, તેણે શનિવારે અહેવાલ આપ્યો છે કે ચીન, તુર્કી અને કુવૈત સહિત 17 દેશોએ 5 કરતા ઓછા GHI સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યુ છે.
રિપોર્ટનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 8 વર્ષમાં 2014થી અમારો સ્કોર બગડ્યો છે. તેમણે ટ્વિટર પર પૂછ્યું, “માનનીય વડાપ્રધાન બાળકોમાં કુપોષણ, ભૂખમરો અને લાચારી જેવા વાસ્તવિક મુદ્દાઓ પર ક્યારે ધ્યાન આપશે?”
When will the Hon'ble PM address real issues like malnutrition, hunger, and stunting and wasting among children?
22.4 crore people in India are considered undernourished
India's rank in the Global Hunger Index is near the bottom — 107 out of 121 countries
— P. Chidambaram (@PChidambaram_IN) October 15, 2022
આઇરિશ સહાય એજન્સી કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાનું સ્તર “ગંભીર” ગણાવ્યું છે. વર્ષ 2021માં ભારત 116 દેશોની યાદીમાં 101મા ક્રમે હતું, પરંતુ આ વખતે 121 દેશોની યાદીમાં ભારત છ પોઈન્ટ સરકીને 107મા ક્રમે પહોંચી ગયું છે. આ સાથે જ ભારતનો GHI સ્કોર પણ ઘટી ગયો છે – 2000 માં 38.8 હતો જે 2014 અને 2022 વચ્ચે 28.2-29.1 વચ્ચે પહોચી ગયો છે.
ભારતનું રેન્કિંગ ઘટ્યા પછી, સરકારે ગયા વર્ષે અહેવાલની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી કરવા માટે વપરાતી પદ્ધતિ અવૈજ્ઞાનિક હતી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની બેઠકો પર ભાજપની નજર, UP-MPના નેતાઓને પ્રચારમાં ઉતાર્યા
ઈન્ડેક્સ જાહેર કરનાર સંગઠન અનુસાર, શ્રીલંકા 64માં, નેપાળ 81માં, બાંગ્લાદેશ 84માં અને પાકિસ્તાન 99માં નંબરે છે. દક્ષિણ એશિયામાં માત્ર અફઘાનિસ્તાન ભારતથી પાછળ છે. આ ઈન્ડેક્સમાં અફઘાનિસ્તાન 109માં નંબર પર છે. નોંધનીય છે કે સુદાન, ઈથોપિયા, રવાન્ડા, નાઈજીરીયા, કેન્યા, ગામ્બિયા, નામીબિયા, કંબોડિયા, મ્યાનમાર, ઘાના, ઈરાક, વિયેતનામ, લેબેનોન, ગુયાના, યુક્રેન અને જમૈકા જેવા દેશો પણ આ ઈન્ડેક્સમાં ભારતથી ઘણા ઉપર છે.
Advertisement