ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતનો સિલસિલો યથાવત રાખવા માંગે છે. ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે આગવી તૈયારી કરી લીધી છે. પાર્ટીએ જિલ્લા વાર અને બેઠક વાર નેતાઓને જવાબદારી સોપી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક રાજ્યના મોટા મંત્રી પણ ભાજપના પ્રચાર માટે ગુજરાત આવી શકે છે. ચૂંટણી પંચ તરફથી હજુ સુધી વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી.
Advertisement
Advertisement
182 બેઠક ધરાવતા ગુજરાતને 4 ભાગમાં વહેચવામાં આવ્યુ છે જેમાં ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને સૌરાષ્ટ્ર છે. રાજ્યના મંત્રીઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને RSS સાથે જોડાયેલા લોકોને વિસ્તાર અને જિલ્લા વાર જવાબદારી સોપવામા આવી છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના નેતાઓને સૌરાષ્ટ્ર, પશ્ચિમ, ઉત્તર અને મધ્ય વિસ્તારની જવાબદારી સોપવામાં આવી છે.
કોંગ્રેસની બેઠકો પર યૂપીના મંત્રી, એમપીના દિગ્ગજ નેતા પ્રચાર કરશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રીઓને કોંગ્રેસના નિયંત્રણ ધરાવતી બેઠકોની જવાબદારી સોપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યુ કે સ્વતંત્ર દેવ સિંહને અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપર આપવામાં આવ્યા છે. રાજ્યસભા સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીને જૂનાગઢ વિસ્તારના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જૂનાગઢ, માંગરોળ, માણાવદરમાં જીત મેળવી હતી. જ્યારે ભાજપને અહી માત્ર કેશોદ બેઠક મળી હતી.
આ પણ વાંચો: પાટીદારોના મસીહા ગણાતા આ નેતા પર અલ્પેશ કથિરિયાને ભાજપમાં સામેલ કરાવવાની જવાબદારી સોપાઇ
મધ્ય પ્રદેશના નેતાઓને મધ્ય વિસ્તારની જવાબદારી સોપવામાં આવી છે. સૂત્રો અનુસાર, અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશના બે નેતાઓને 2-2 બેઠક આપવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં 7 જિલ્લા છે અને અહી 37 બેઠક પર ભાજપનું શાસન છે. જેમાં દાહોદ, મહિસાગર, મહેસાણા અને વડોદરા શહેરી બેઠકનું નામ સામેલ છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બનાસકાંઠાનું કામ જોશે. આ સિવાય અરવિંદ સિંહ ભદૌરિયા પાસે ભરૂચ અને ઇંદ્ર સિંહ પરમાર પાસે ખેડાની જવાબદારી છે.
રાજસ્થાનના મંત્રીઓની ભૂમિકા
ઉત્તર વિસ્તારમાં રાજસ્થાનથી આવેલા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે છે. આંકડા જણાવે છે કે રાજ્યના 18થી 20 ટકા મતદાતા રાજસ્થાનના પ્રવાસી છે. એવામાં ભાજપે રાજસ્થાન સરકારમાં મંત્રી સુશીલ કટારા સહિત કેટલાક નેતાઓને આ વિસ્તારનું કામ સોપ્યુ છે.
રાજ્ય મંત્રીઓને પણ જવાબદારી સોપવામાં આવી
રાજ્યમંત્રી જેપીએસ રાઠૌર મહિસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર બેઠક પર જવાબદારી નીભાવશે. ગત ચૂંટણીમાં ભાજપને સંતરામપુર બેઠક પર સફળતા મળી હતી જ્યારે કોંગ્રેસે બાલાસિનોર બેઠક જીતી હતી. લુણાવાડા બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઇ હતી. રાજ્યમંત્રી દયાશંકર સિંહ રાજકોટ જિલ્લાની જવાબદારી જોશે.
મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી ભાજપની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ રાજ્યમાં 12 વર્ષ કરતા વધુ સમય સુધી મુખ્યમંત્રી રહ્યા છે. આ પહેલા કેશુભાઇ પટેલે આ પદ સંભાળ્યુ હતુ.મોદી પછી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી પણ મુખ્યમંત્રી રહ્યા હતા. હાલ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે. મહત્વની વાત એ છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, જેને કારણે ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે.
Advertisement