નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંત (Rishabh Pant) રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પીએમ મોદીએ રિષભ પંતની સ્થિતિ જાણવા માટે તેની માતા સાથે વાત કરી હતી. આ દૂર્ઘટનામાં પંતને ગંભીર ઇજા થઇ હતી. રિષભ પંતનો અકસ્માત રૂડકી પાસે મોહમ્મદપુર જાટમાં થયો હતો.
Advertisement
Advertisement
નવા વર્ષના પ્રારંભના કેટલાક કલાક પહેલા રિષભ પંતની કારનો અકસ્માત થયો હતો. રિષભ પંત દૂબઇથી ભારત પરત ફર્યો હતો અને પોતાની માતાને સરપ્રાઇઝ આપવા માટે દિલ્હીથી રૂડકી જઇ રહ્યો હતો. પોલીસ અનુસાર, પંતની ગાડીની ઝડપ વધારે હતી અને આ દરમિયાન તેને ઉંઘ આવી ગઇ હતી. અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી હતી અને તે કાચ તોડીને બહાર નીકળ્યો હતો.
રિષભ પંતનું સ્વાસ્થ્ય કેવુ છે?
હરિયાણા રોડવેજ બસના ડ્રાઇવર અને કંડક્ટરને કારણે રિષભ પંતનો જીવ બચ્યો હતો, જેમણે હૉસ્પિટલ સુધી પહોચાડવામાં મદદ કરી હતી. રિષભ પંતની દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટર અનુસાર રિષભ પંત ખતરાની બહાર છે અને વાતચીત કરી રહ્યો છે.
ડ્રાઇવરની સૂઝબૂઝથી રિષભ પંતનો જીવ બચ્યો
આ અકસ્માત બાદ સૌથી પહેલા ડ્રાઇવર સુશીલ રિષભ પંત પાસે પહોચ્યો હતો. ક્રિકેટર રિષભ પંતને અકસ્માત બાદ કારમાંથી બહાર કાઢનારા હરિયાણા રોડ વેઝ બસના ડ્રાઇવર સુશીલ અને કંડક્ટર પરમજીત પાનીપત ડેપોમાં કાર્યરત છે.
સુશીલ કુમારે કહ્યુ, “હું હરિયાણા રોડવેજમાં ડ્રાઇવર છું. હું હરિદ્વારથી આવી રહ્યો હતો. જેવા જ અમે નારસન પાસે પહોચ્યા, 200 મીટર પહેલા મે જોયુ દિલ્હી તરફથી કાર આવી અને 60-70ની સ્પીડમાં ડિવાઇડર સાથે ટકરાઇ હતી. ટકરાયા બાદ કાર હરિદ્વારની લાઇન પર આવી ગઇ હતી. મે જોયુ કે હવે બસ પણ ટકરાઇ જશે. અમે કોઇને બચાવી નહી શકીયે કારણ કે મારી પાસે 50 મીટરનું જ અંતર હતુ. મે તુરંત સર્વિસ લાઇનથી હટીને ગાડી ફર્સ્ટ લાઇનમાં નાખી દીધી. તે ગાડી સેકન્ડ લાઇનમાં આગળ નીકળી ગઇ હતી. મારી ગાડી 50-60ની સ્પીડમાં હતી. મે તુરંત બ્રેક મારી હતી અને બારીની સાઇડમાંથી કૂદીને ગયો હતો.”
બસ ડ્રાઇવર સુશીલ કુમારે કહ્યુ, “મે તે માણસ (રિષભ પંત)ને જોયો. તે જમીન પર પડેલો હતો. મને લાગ્યુ કે તે નહી બચે. કારમાં આગ નીકળતી હતી, તે પાસે જ (રિષભ પંત) પડ્યો હતો. અમે તેને ઉઠાવ્યો અને કારથી દૂર કર્યો હતો. મે તેને પૂછ્યુ- કારની અંદર કોઇ છે? તેને કહ્યુ કે હું એકલો જ હતો. પછી તેને જણાવ્યુ કે હું રિષભ પંત છું. હું ક્રિકેટ વિશે એટલુ જાણતો નહતો, તેને સાઇડમાં ઉભો કર્યો, તેના શરીર પર કપડા નહતા તો અમે પોતાની ચાદરમાં તેને લપેટી દીધો હતો.”
આ પણ વાંચો: ક્રિકેટર રિષભ પંતની કાર ડિવાઇડર સાથે ટકરાતા ગંભીર અકસ્માત, પગ-માથામાં ગંભીર ઇજા
ડ્રાઇવર-કંડક્ટરનું સમ્માન કરાયુ
પાનીપત પહોચેલા ડ્રાઇવર અને કંડક્ટરને પાનીપતના જીએમ કુલદીપ જાંગડાએ સમ્માનિત કર્યા હતા, તેમણે જણાવ્યુ કે ડ્રાઇવર અને કંડક્ટરે રિષભ પંતનો જીવ બચાવીને સારૂ ઉદાહરણ રજૂ કર્યુ છે. બન્નેએ માનવતાનો પરિચય આપ્યો છે, તેમણે જણાવ્યુ કે તેમના રાજ્યના પરિવહન મંત્રી મૂલચંદ શર્મા સાથે પણ વાતચીત થઇ છે, તેમણે ડ્રાઇવર અને કંડક્ટરની ડિટેલ મંગાવી છે, તેમણે કહ્યુ કે સરકાર તરફથી પણ બસના ડ્રાઇવર અને કંડક્ટરનું સમ્માન કરવામાં આવશે.
BCCIની મેડિકલ ટીમ નજર રાખી રહી છે.
બીસીસીઆઇની મેડિકલ ટીમ સતત દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલના સંપર્કમાં છે. બીસીસીઆઇના સચિવ જય શાહે ખુદ રિષભ પંતની માતા સાથે ફોન પર વાત કરીને ક્રિકેટરની સ્થિતિ જાણી હતી. બીસીસીઆઇ અનુસાર રિષભ પંતના માથા પર થોડી ઇજા થઇ છે. MRIથી ખબર પડી છે કે રિષભ પંતના જમણા પગનું લિગામેન્ટ તૂટ્યુ છે. આ સિવાય ગાડીમાં આગ લાગવાને કારણએ પીઠ અને ગરદનમાં માઇનર બર્ન છે.
DDCAના ડિરેક્ટર શ્યામ શર્માએ કહ્યુ કે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની એક ટીમ રિષભ પંતના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે દહેરાદૂનની મેક્સ હૉસ્પિટલ જઇ રહી છે. જરૂર પડવા પર તેને દિલ્હીમાં શિફ્ટ કરવામાં આવશે, તેમણે કહ્યુ કે પ્લાસ્ટિક સર્જરી માટે તેને દિલ્હી એરલિફ્ટ કરવામાં આવી શકે છે.
Advertisement