વર્ષ ૨૦૨૪ સુધીમાં રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ ૧ અને ૨ ની તમામ જગ્યાઓ ભરવા સરકાર કટિબધ્ધ -આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
……..
ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ વર્ગ-૨ મેડિકલ ઓફિસર ની પરીક્ષા નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જેના અંતર્ગત ૭૦૪ જેટલા ઉમેદવારોને મેડિકલ ઓફિસર તરીકે ઉત્તીર્ણ થયા છે . રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સત્વરે તમામની મેડિકલ ઓફિસરની નિમણૂક પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2024 સુધીમાં રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ગ-૧ અને ૨ ની તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આ નવીન ૭૦૪ મેડિકલ ઓફિસરો નું સંખ્યાબળ આરોગ્ય વિભાગમાં ઉમેરાતા રાજ્ય આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે તેમ તેમણે ઉમેર્યું છે..
Advertisement
Advertisement
વર્ષ ૨૦૨૪ સુધીમાં રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ ૧ અને ૨ ની તમામ જગ્યાઓ ભરવા સરકાર કટિબધ્ધ -આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
…….
Advertisement