નવી દિલ્હીઃ સોના-ચાંદીમાં ઘટાડા આવેલા ઘટાડા બાદ આજે ફરીથી તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવ ફરીથી 60,000ની ઉપર જતા જોવા મળી રહ્યા છે. જ્યારે ચાંદી પણ 76,000ના સ્તરની નજીક જતા જોવા મળી રહ્યા છે. આજે સવારે 11.00 વાગ્યે જૂનના સોનું 0.62 ટકાના વધારા સાથે 60,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.
Advertisement
Advertisement
બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.17 ટકા વધીને 75,920 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે નવા આર્થિક વર્ષમાં સોનાએ ફરી એકવાર નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ કિંમત 61,090 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે.
આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.62 ટકાના વધારા સાથે 60,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.17 ટકા વધીને 75,920 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ દોઢ જ મહિનામાં ફરી એકવાર અસામાન્ય ઉછાળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી છે. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,090 રુપિયા પર ટ્રેડ થયું હતું.
Advertisement