નવી દિલ્હી: એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની અદાણી ડેટા નેટવર્ક લિમિટેડ (ADNL)ને ટેલિકોમ સેવા માટે લાઇસન્સ મળી ગયુ છે. હવે આ કંપની દેશમાં તમામ ટેલીકૉમ સર્વિસ આપવા માટે સક્ષમ થઇ ગઇ છે. તાજેતરમાં દેશમાં 5G સ્પેક્ટ્રમ ખરીદ્યા બાદ અદાણી ગ્રુપે ટેલીકૉમ સેક્ટરમાં એન્ટ્રી કરી હતી.
Advertisement
Advertisement
સોમવારે લાઇસન્સ આપવામાં આવ્યુ
અદાણી ગ્રૂપે ટેલીકૉમ સેક્ટરમાં એન્ટ્રી લેતા કહ્યુ હતુ કે તે પોતાના ડેટા સેન્ટરો સાથે સુપર એપ માટે એરવેવનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવી રહ્યુ છે. જે વિજળી વિતરણથી લઇને એરપોર્ટ સુધી અને પોર્ટ સુધી ગેસનુ છુટક વેચાણને સમર્થન આપશે. આ મામલે જોડાયેલા બે ઓફિશિયલ સૂત્રોએ કહ્યુ કે અદાણી ડેટા નેટવર્કને યૂએલ (AS)આપવામાં આવ્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે અદાણી ગ્રુપને સોમવારે લાઇસન્સ આપવામાં આવ્યુ છે.
મુકેશ અંબાણી સાથે સીધો મુકાબલો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બન્ને ઉદ્યોગપતિ ગુજરાતી છે. હજુ સુધી બન્ને ગ્રુપ અલગ અલગ સેક્ટરમાં કામ કરતા આવ્યા છે અને તેમના વચ્ચે કોઇ સીધી ટક્કરન થી. મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ તેલ, રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સથી લઇને ટેલીકૉમ અને રિટેલ સેક્ટરમાં કામ કરે છે.
બીજી તરફ અદાણી ગ્રુપ પોર્ટ, કોલસા, ગ્રીન એનર્જી, વિજળી વિતરણ અને એવિએશન સેક્ટરમાં છે. તાજેતરના સમયમાં અદાણી ગ્રુપે પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્ટ્રી કરી છે તો રિલાયન્સ ગ્રુપે પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. હવે ટેલીકૉમ સેક્ટરમાં અદાણઈ ગ્રુપનો પ્રવેશ કરવો બન્ને વચ્ચે પ્રથમ સીધી ટક્કર છે.
આ પણ વાંચો: RBI લાવશે ડિઝિટલ કરન્સી, જાણો કેવી રીતે ક્રિપ્ટોકરન્સીથી અલગ હશે
ટેલીકૉમ સેક્ટરમાં જોવા મળશે ટક્કર
આ મામલે અદાણી ગ્રુપ તરફથી હજુ સુધી કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ટેલીકૉમ સેવા આપવા માટે તૈયાર ગૌતમ અદાણીની કંપની હવે આ લાઇસન્સ મળ્યા બાદ પોતાની 5G સેવાઓનો વિસ્તાર કરી શકશે. આ સાથે જ આ સેક્ટરમાં પહેલાથી હાજર જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી કંપનીઓની ટક્કર મળવાની છે.
212 કરોડ રૂપિયામાં ખરીદ્યુ સ્પેક્ટ્રમ
મહત્વપૂર્ણ છે કે ગૌતમ અદાણીએ તાજેતરમાં 5G સ્પેક્ટ્રમ હરાજી દરમિયાન 20 વર્ષ માટે 212 કરોડ રૂપિયામાં 400 મેગાહર્ટ્ઝનું સ્પેક્ટ્રમ ખરીદ્યુ હતુ. આ ખરીદદારી સાથે ગૌતમ અદાણીએ હરાજીમાં સ્પેક્ટ્રમ ખરીદીને દેશના ટેલીકૉમ સેક્ટરમાં એન્ટ્રી કરી હતી.
Advertisement