ભારતીય રિઝર્વ બેન્ક (RBI) જલ્દી ઇ-રૂપી (e-rupee) લાવવાની છે અને તે કેટલાક ખાસ કેસ માટે તેનું પાયલોટ લૉન્ચ કરશે. સેન્ટ્રલ બેન્ક ડિઝિટલ કરન્સી (CBDC) પર કૉન્સેપ્ટ નોટ જાહેર કરતા RBIએ કહ્યુ કે તે ભારતની ડિઝિટલ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, વધુ કાર્યક્ષમ પેમેન્ટ સિસ્ટમ પ્રદાન કરવા અને મની લોન્ડરિંગ પર નજર રાખવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષના બજેટમાં ડિઝિટલ કરન્સી લાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
વર્તમાન પેમેન્ટ પ્રણાલીની જગ્યા નહી લે-RBI
કૉન્સેપ્ટ નોટમાં કહેવામાં આવ્યુ છે કે ડિઝિટલ કરન્સીને વર્તમાન પેમેન્ટ પ્રણાલીની જગ્યા લેવા માટે નથી લાવવામાં આવી રહ્યુ, આ ગ્રાહકોને એક નવો વિકલ્પ આપશે. આ કરન્સી દેશની ડિઝિટલ અર્થવ્યવસ્થાને ભાર આપશે, ચુકવણી પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવશે અને નાણાકીય સમાવેશમાં યોગદાન આપશે. બેંકે કહ્યું કે તે ટૂંક સમયમાં કેટલાક કેસો માટે પાઇલટ લોન્ચ હશે. જેમ જેમ તેનો દાયરો વધતો જશે તેની જાણ કરવામાં આવશે.
શું છે ડિઝિટલ કરન્સી?
રિઝર્વ બેંકે કહ્યું કે ડિજિટલ કરન્સી એ ડિજિટલ સ્વરૂપમાં જારી કરાયેલ કાનૂની ટેન્ડર છે. તે કાગળના ચલણ જેવું જ છે, પરંતુ તેનું સ્વરૂપ અલગ હશે. તે વર્તમાન ચલણની સમકક્ષ વિનિમય કરવામાં આવશે અને ચુકવણીના સ્વરૂપ, કાનૂની ટેન્ડર અને મૂલ્યના સુરક્ષિત સ્ટોર તરીકે સ્વીકારવામાં આવશે. તે મધ્યસ્થ બેંકની બેલેન્સ શીટ પર જવાબદારી તરીકે દેખાશે. ડિજિટલ કરન્સીને રોકડમાં પણ સરળતાથી કન્વર્ટ કરી શકાય છે.
ડિજિટલ કરન્સીનો આ ફાયદો થશે
કેન્દ્રીય બેંકે કહ્યું કે ડિજિટલ કરન્સી ધારક માટે બેંક ખાતું હોવું જરૂરી નથી. આનો ઉપયોગ કરીને, મોટા પ્રમાણમાં રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ થશે. તેનો ઉપયોગ નીતિ નિર્માણમાં થઈ શકે છે.
આ પણ વાંચો: આ સરકારી બેંકની 60.72 ટકા ભાગીદારી વેચવા જઇ રહી છે સરકાર
CBDCના કેટલા પ્રકાર છે?
કેન્દ્રીય બેંકો દ્વારા નિયંત્રિત ડિજિટલ કરન્સીને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. પ્રથમ પ્રકાર રિટેલ (CBDC-R) અને બીજો પ્રકાર જથ્થાબંધ (CBDC-W) છે.
CBDC-R એ રોકડનું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ છે અને તે બધા માટે ઉપલબ્ધ હશે. જ્યારે CBDC-W એ પસંદગીની નાણાકીય સંસ્થાઓને એક્સક્લુઝિવ એક્સેસ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેનો ઉપયોગ બેંકોના પરસ્પર ટ્રાન્સફર અને જથ્થાબંધ વ્યવહારો માટે કરવામાં આવશે.
કયા દેશો હાલમાં ડિજિટલ ચલણનો ઉપયોગ કરી રહ્યા છે?
અત્યાર સુધીમાં, જમૈકા, બહામાસ, એન્ટિગુઆ અને બાર્બુડા, સેન્ટ કિટ્સ અને નેવિસ, મોન્સેરાટ, ડોમિનિકા, સેન્ટ સુલિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન, ગ્રેનાડા અને નાઇજીરીયા સહિત 10 દેશોમાં ડિજિટલ ચલણ જારી કરવામાં આવ્યું છે. યુએસ, ઈંગ્લેન્ડ અને કેનેડા જેવા દેશો પણ સેન્ટ્રલ બેંક દ્વારા નિયંત્રિત ડિજિટલ ચલણ જારી કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે. ચાઇના પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલ ડિજિટલ યુઆન (e-CNY)ને વિસ્તારવાની પણ યોજના બનાવી રહ્યું છે.
Advertisement