નવી દિલ્હી: ખાદ્ય પદાર્થો મોંઘા થવાને કારણે ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધીને 7 ટકા થયો હતો. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓમાંથી આ માહિતી મળી છે. એક મહિના પહેલા જુલાઈમાં તે 6.71 ટકા હતો. CPI પર આધારિત ફુગાવો સતત આઠમા મહિને રિઝર્વના સંતોષકારક સ્તરની ઉપલી મર્યાદાથી ઉપર રહ્યો હતો. સરકારે રિટેલ ફુગાવો બે ટકાથી છ ટકાની વચ્ચે રાખવાની જવાબદારી આરબીઆઈને આપી છે.
Advertisement
Advertisement
ત્રણ મહિના પછી છૂટક મોંઘવારીમાં વધારો
આંકડા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર જુલાઈમાં 6.69 ટકાની સામે ઓગસ્ટમાં 7.62 ટકા હતો. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં તે 3.11 ટકા હતો. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિના પહેલા સતત ત્રણ મહિના સુધી મોંઘવારી દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે તે ઘટાડા પછી મોંઘવારીએ હરણફાળ ભરીને સામાન્ય લોકોની કમર ઉપર અસર કરી છે.
જીવન જરૂરિયાતની તમામ ચીજ-વસ્તુઓ થઈ ગઈ મોંઘી
જણાવવામાં આવી રહ્યું છે કે ઘઉં, ચોખા અને કઠોળ જેવા જરૂરી પાકોની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી પર પણ અસર પડી છે. તો બીજી તરફ સમગ્ર દેશમાં અનિયમિત ચોમાસાની અસર કૃષિ પર પણ જોવા મળી છે. દેશમાં અનેક જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ તો અનેક સ્થળે અતિવૃષ્ટિના કારણે પાકને નુકશાન થયું છે. યુપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં નહિવત વરસાદ થયો છે. તો બીજી તરફ દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂરના કારણે પાકને ઘણું નુકસાન થયું છે.
Advertisement