પરિણામોની સિઝનમાં નકલી માર્કશીટના કૌભાંડો પણ બહાર આવ્યા છે હમણાં હમણાં બીજીવાર નકલી માર્કશીટનું કૌભાંડ બહાર આવ્યું જેમાં 21 વર્ષનો અજીમભાઇ અકબરભાઇ સાલેમમામદ કુંગડા (રહે. જામ સલાયા, શાહ મુસાફીરની દરગાહની બાજુમાં, તા. જામ ખંભાળીયા)ને ત્યાંથી પોલીસે એક સાથે 66 માર્કશીટ પકડીને આ ગેરરીતી અટકાવી હતી.
Advertisement
Advertisement
જામ ખંભાળીયામાં પોલીસમાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ભગુભા જાડેજા તથા સ્ટાફ ગત તારીખ 9 સપ્ટેમ્બર 2022ના રોજ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે જામ સલાયાના પરોડિયા રોડ પર આવેલી અલ ફૈઝે કાસી નામની દુકાનમાં ધોરણ 10ની ગુજરાત બોર્ડની નકલી માર્કશીટ બનાવવામાં આવી રહી છે. જેથી દુકાનમાં તપાસ કરતાં ત્યાંથી એક્ઝામીનેશન સેક્રેટરીની ડિજીટલ સહીવાળી 66 માર્કશીટ મળી આવી હતી.
આ માર્કશીટ્સ સાચી છે કે ખોટી તેની તપાસ માટે તમામ સર્ટી ગાંધીનગર સ્થિત ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની કચેરીમાં આસિસ્ટન્ટ સેક્રેટરીને મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં આ તમામ સર્ટી નકલી હોવાનો પર્દાફાશ થતાં સલાયા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ શખ્સ કોમ્પ્યુટર જોબવર્કની ઓફિસ ધરાવે છે. માર્ચ 2022માં અજીમ કુંગડના મામાના દીકરા કલમીને મુંબઇ સ્થિત ટ્રેડીનેટ ઇન્સ્ટિટ્યુટમાં STCWની પરીક્ષા આપવાની હતી. જેથી આ બાબતે માહિતી માટે અજીમ કુંગડાએ સલાયામાં રહેતા હુસેન ભગાડનો સંપર્ક કર્યો હતો. હુસેન ભગાડે અજીમને મુંબઇની રમન્ના ઇન્સ્ટિટ્યુટના હેડ એમ.પી. સિંઘનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને ત્યારબાદ અજીમે મોબાઇલ પર એમ.પી. સિંઘ સાથે વાત કરી હતી. જેમાં અજીમે એમ.પી. સિંઘને પૂછ્યું હતું. કે ધોરણ 10નો અભ્યાસ ના કરેલો હોય તેવા વ્યક્તિઓના STCWના સર્ટિફિકેટ બનાવવા હોય તો બની શકે?
Advertisement