નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યા ટી-20 વર્લ્ડકપ 2022 રમાશે. સોશિયલ મીડિયા પર અરેસ્ટ કોહલી (#ArrestKohli) ટ્રેંડ કરી રહ્યુ છે.
Advertisement
Advertisement
અચાનકથી અરેસ્ટ કોહલી ટ્રેંડ કેમ કરવા લાગ્યુ, તેને લઇને ફેન્સ પણ ચોકી ગયા છે. તાજેતરમાં તમિલનાડુમાં વિરાટ કોહલીના એક ફેન્સે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે.
ચર્ચા દરમિયાન કોહલીના ફેન્સે કરી દીધી હત્યા
મહત્વપૂર્ણ છે કે બે મિત્ર પી વિગ્નેશ અને એસ ધર્મરાજ વચ્ચે આ વિવાદ થયો હતો. પી વિગ્નેશ રોહિત શર્મા અને મુંબઇ ઇન્ડિયન્સનો ફેન્સ હતો. જ્યારે આરોપી એસ. ધર્મરાજ વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો ફેન્સ છે. બન્ને વચ્ચે ક્રિકેટને લઇને ઝઘડો થયો હતો, જે બાદ આરોપી એસ. ધર્મરાજે પી વિગ્નેશની બેટ મારીને હત્યા કરી નાખી હતી.
Dear Virat Kohli , I request you to take care of your safety as the next target of your fans may be none other than you . #ArrestKohli #RohitSharma? pic.twitter.com/kXTxI0I8Kj
— कलम से क्रांति (@SauravK26437107) October 15, 2022
આ ઘટનાને લઇને સોશિયલ મીડિયા પર કોહલી અને રોહિત શર્માના ફેન્સ આમને-સામને આવી ગયા છે. રોહિત શર્માના સપોર્ટર્સે વિરાટ કોહલી વિરૂદ્ધ અરેસ્ટ કોહલી (#ArrstKohli) ટ્રેંડ ચલાવી દીધુ છે. તે સતત કોહલી, તેના અગ્રેશન અને તેના ફેન્સના વ્યવહારની ટિકા કરી રહ્યા હતા. આ વચ્ચે કોહલીના ફેન્સ પણ સામે આવ્યા અને તેમણે જવાબ આપ્યો હતો. કોહલીના ફેન્સે પણ આ હેશટેગ સાથે રોહિત શર્મા અને આ ટ્રેડ ચલાવનારા તેમના ફેન્સની ટિકા કરી છે.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમીનો ટી-20 વર્લ્ડકપમાં સમાવેશ, BCCIએ કરી જાહેરાત
કોહલીએ જેલના સળિયા પાછળ હોવુ જોઇએ
રોહિત શર્માના સપોર્ટમાં એક યૂઝરે કોમેન્ટ કરી, ચોકલી ફેન્સ અમારા સમાજ માટે કેન્સર છે. બીજા એક ફેન્સે કોહલી વિરૂદ્ધ ટ્વિટ કરતા લખ્યુ, હજુ પમ કોહલીના ફેન્સ તે ગુનેગારનો બચાવ કરી રહ્યા છે. આજે માનવતા મરી ગઇ છે. એક અન્ય યૂઝરે લખ્યુ વિરાટ કોહલી હંમેશા આક્રમક વલણ અપનાવે છે, આ બધુ તેના ફેન્સ શીખવે છે અને હવે એક ગુનેગારે માસૂમનો જીવ લઇ લીધો અને બેશર્મ લોકો મીમ બનાવી રહ્યા છે. કોહલીએ જેલના સળિયા પાછળ હોવુ જોઇએ.
Virat is always abusive and aggressive towards the players.That's what his fans learn from him and his criminal fan literally took an innocent life,& shameless people are making this incident as meme material,Virat should be behind the bar asap.#ArrestKohli #JusticeForVignesh pic.twitter.com/Q6m3IVv1j8
— Jyran⚘ (@Jyran45) October 15, 2022
બીજી તરફ કોહલીના સપોર્ટમાં એક ફેન્સે લખ્યુ, રોહિત શર્માના તમામ ફેન્સ બેશરમ છે. તમે આ ટ્રેંડ કેમ ચલાવી રહ્યા છો? આ કોહલીએ ખુદ નથી કર્યુ, તમે તમારી લિમિટ સમજો. જ્યારે એક અન્ય યૂઝરે લખ્યુ, તેમાં વિરાટ કોહલીની કોઇ ભૂલ નથી.
દારૂ પાર્ટી દરમિયાન બની હતી આ ઘટના
આ મર્ડરની ઘટના 11 ઓક્ટોબરની છે, જ્યારે ધર્મરાજ અને વિગ્નેશ મલ્લૂર પાસે સિડકો ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ગયા હતા. બન્ને મિત્ર દારૂ પીવા દરમિયાન ક્રિકેટ પર ચર્ચા કરી રહ્યા હતા. ધર્મરાજ અને વિગ્નેશને આરસીબી અને મુંબઇની દરેક આઇપીએલ મેચ પછી એક પાર્ટી કરવાની ટેવ હતી. શરત આ હતી કે જેમાં હારનારી ટીમના સમર્થક જ પાર્ટી માટે ખર્ચો ઉઠાવશે. આ પાર્ટી દરમિયાન ચર્ચામાં ધર્મરાજે વિગ્નેશની હત્યા કરી નાખી હતી.
Advertisement